બાળકી છે કે મા લક્ષ્મીનું રૂપ, 6 વર્ષ પહેલા જેકપોટમાં કાર જીતી હતી, હવે જીત્યા 7 કરોડ
બાળકી છે કે મા લક્ષ્મીનું રૂપ, 6 વર્ષ પહેલા જેકપોટમાં કાર જીતી હતી, હવે જીત્યા 7 કરોડ
નવી દિલ્હીઃ મંગળવારે દુબઈમાં એક 9 વર્ષની ભારતીય બાળકીને 1 મિલિયન એટલે કે 10 લાખ ડૉલરનો જેકપોટ લાગ્યો છે. આ જેકપોટ તેને દુબઈ ડ્યૂટી ફ્રી મિલીનિયમ મિલિયરનાયરમાં મળ્યો. જણાવી દઈએ કે 6 વર્ષ પહેલા આ બાળકીએ આ જ લોટરીમાંથી લગ્ઝરી કાર McLaren Coupe જીતી હતી. એવામાં આ બાળકીને બહુ સૌભાગ્યશાળી કહેવુ ખોટું નહિ હોય. એલીઝા એમ નામની બાળકીની ટિકિટ તેના પિતા એમ કેએ ખરીદી હતી. આ ડ્રો દુબઈ એરપોર્ટ પર થયો.

બાળકીએ બીજીવાર જેકપોટ જીત્યો
મુંબઈની રહેવાસી આ બાળકી દુબઈ ડ્યૂટી ફ્રી મિલીનિયમ મિલિયરનાયર અંતર્ગત 10 લાખ ડોલર એટલે કે અંદાજીત 7 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો છે. આ બાળકીએ 6 વર્ષ પહેલા આ જેકપોટમાં લક્ઝરી કાર જીતી હતી. માટે બાળકીને બહુ સૌભાગ્યશાળી માનવામાં આવી રહી છે. બાળકીના પિતા માટે તે ખરેખર લક્ષ્મીનું રૂપ સાબિત થઈ રહી છે કેમ કે બહુ ઓછા લોકો જિંદગીમાં એકથી વધુ વાર આવી રીતે લકી હોય છે.

અત્યાર સુધીમાં 140 ભારતીય જીતી ચૂક્યા છે દુબઈની આ લોટરી
દુબઈની આ લોટરી વર્ષ 1999માં શરૂ થઈ હતી અને એલીઝા આ લોટરી જીતનાર 140મી ભારતીય છે. ખલીઝ ટાઈમ્સના રિપોર્ટ મુજબ બાળકીની સાથે જ અન્ય બેએ આ લોટરી અંતર્ગત લગ્ઝરી મોટરસાઈકલ પણ જીતી. આ બંને વિજેતાઓમાંથી એક ભારતીય જ છે. જેનું નામ મોહમ્મદ હનીફ આદમ છે જે પાછલા 20 વર્ષથી દુબઈમાં રહે છે પરંતુ ભારતના રહેવાસી છે.

લગ્ઝરી બાઈક ચલાવવા બેતાબ છે હનીફ
મોહમ્મદ હનીફ આદમ આ મોટરબાઈકને જીતી બહુ ખુશ છે. તેમણે કહ્યું કે આ સુંદર બાઈક જીતી ખુશીથી ઝૂમી રહ્યો છું. હું આ બાઈકને ચલાવવા માટે વધુ ઈંતેજાર નથી કરી શકતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
