કાશ્મીર ઘાટીમાં પાછલા 24 કલાકમાં 9 આતંકી ઠાર, એક જવાન શહીદ
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં ભારતીય સેનાએ ખીણમાં 9 આતંકીઓને ઠાર કર્યા છે. જ્યારે દક્ષિણ કાશ્મીરના બાટપુરામાં સૈન્ય દ્વારા 4 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. એલઓસી પાસે કારેન સેક્ટરમાં 5 આતંકવા
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં ભારતીય સેનાએ ખીણમાં 9 આતંકીઓને ઠાર કર્યા છે. જ્યારે દક્ષિણ કાશ્મીરના બાટપુરામાં સૈન્ય દ્વારા 4 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. એલઓસી પાસે કારેન સેક્ટરમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓ વિરુદ્ધની આ કાર્યવાહીમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો જ્યારે બે સૈનિકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. ભારે બરફવર્ષા અને ખરાબ હવામાનને કારણે ઘાયલોને હોસ્પિટલમાં લાવવા મુશ્કેલ છે. સૈન્યની કાર્યવાહી ચાલુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો છે અને બે ગંભીર રીતે ઘાયલ થયા છે. સેનાએ 5 આતંકવાદીઓને પણ માર્યા હતા. આતંકીઓ દ્વારા એલઓસીમાંથી ઘૂસણખોરી કરવામાં આવી હતી.
આ અગાઉ શનિવારે દક્ષિણ કાશ્મીરના બાટપુરા વિસ્તારમાં સેનાએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકીઓ નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતા. માર્યા ગયેલા ચાર આતંકીઓમાંથી ત્રણની ઓળખ શાહિદ અહેમદ નિવાસી પંબાઈ, આદિલ ચમ્બ રહેવાસી ખુલ અને એજાઝ નાયકુ રહેવાસી ચિમર તરીકે થઈ છે. ત્રણેય કુલગામ જિલ્લાના રહેવાસી છે. ચોથા આતંકવાદીની હજી ઓળખ થઈ નથી. સેનાએ કાર્યવાહી પૂરી કરી ચારેય આતંકીઓની લાશ અને તેમની પાસેથી મળી આવેલા હથિયારોને ઝડપી લીધા છે.
આ પણ વાંચો: મુંબઈઃ 6 મહિનાના COVID-19 પોઝિટિવ બાળકને લઈ હોસ્પિટલમાં ધક્કા ખાતી રહી મા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
