ઉત્તરાખંડમાં વરસાદનો કહેર, હરભજન સહિત 25 હજાર યાત્રીઓ ફસાયા
દહેરાદૂન, 17 જૂન: ઉત્તરાખંડમાં ભારે વરસાદે ભયંકર તબાહી મચાવી છે. ગઢવાલ વિસ્તારમાં રવિવારે સવારથી જ મેઘો તૂટી પડ્યો હતો. કેદારનાથના રામબાડામાં વાદળ ફાટતાં લગભગ 50 લોકો ગુમ થઇ ગયા છે. 5 લોકોના શબ મળી આવ્યાં છે. તો બીજી તરફ મસૂરી પાસે ઘનૌલ્ટીમાં વાદળ ફાટવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.
ચારધામ યાત્રાના રસ્તા બંધ થતાં ઉત્તરકાશી અને ચમોલીમાં લગભગ 25 હજાર યાત્રીઓ ફસાઇ ગયા છે. રાહત અને બચાવ કાર્યો માટે સેના બોલાવવી પડી છે. પરિવાર સાથે હેમકુંડ સાહિબ યાત્રા પર ઉત્તરાખંડ ગયેલા ક્રિકેટર હરભજન સિંહ પણ જેશીમઠમાં ફસાઇ ગયા છે. તો બીજી તરફ પ્રેમનગર વિસ્તારમાં એક ઘર ઢળી પડતાં 3 લોકોના મોત નિપજ્યાં છે.
ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં નદી-નાળા ઉભરાવવાની તૈયારીમાં છે. ઉત્તરાકાશીમાં કેટલાક મકાનો પાણીમાં વહી ગયા હોવાના સમાચાર છે. જાન-માલને કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સમાચાર પ્રાપ્ત થયા નથી. રાહત અને બચાવ કાર્યોને ઝડપી બનાવવા માટે સેનાને બોલાવવામાં આવી છે.
સતત વરસાતા વરસાદના કારણે આઠ લોકોના મોત નિપજ્યાં છે તો બીજી તરફ ઉત્તરાકાશી, ચમોલીમાં ભૂસ્ખલન, પૂરના કારણે રસ્તાઓ તથા પુલ ધ્વસ્ત થઇ ગયા છે. ચારધામ યાત્રા અસ્થાઇ રૂપથી રોકી દેવામાં આવી છે. દેહરાદૂનના પ્રેમનગર પોલીસના વિકાસ રાવતે જણાવ્યું હતું કે ન્યૂ મીઠી બેરી વિસ્તારમાં એક મકાન ઢળી પડતાં એક જ પરિવાર 3 લોકોના મોત નિપજ્યાં છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી મીરા કેંથુરાએ જણાવ્યું હતું કે રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલનમાં 5 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે છ લોકોને ઇજા પહોંચી છે. મીરાએ જણાવ્યું હતું કે મંકાકિની તથા અલકનંદા અને ગંગાની સહાયક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રૂદ્રપ્રયાગ તથા ગૌરીકુંડને જોડનાર પુલને પણ નુકસાન પહોંચ્યું છે. પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રા અસ્થાયી રૂપથી અટકાવી દેવામાં આવી છે. કહેવામાં આવે છે કે ઉત્તરકાશી-ચમોલીમાં લગભગ 25 હજાર યાત્રીઓ હજુપણ રસ્તામાં ફસાયેલા છે.
ગંગોત્રી તથા યમુનોત્રી જનાર હજારો શ્રદ્ધાળુ ફસાઇ ગયા છે કારણ કે પીપલમંડી, બરાકી તથા નાલુપાનીમાં ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ઉત્તરકાશી જિલ્લાની હોટલો અને ધર્મશાળાઓમાં લોકોની ભારે ભીડ છે. ચારધામના યાત્રી ત્યાં રોકાયેલા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા પુનર્વાસ મંત્રી યશપાલ આર્યએ જણાવ્યું હતું કે વહિવટી તંત્ર આ પરિસ્થિતીનો સામનો કરવા માટે તૈયાર છે. હેમકુંડ સાહિબની યાત્રા પર ગયેલા હરભજન સિંહ પણ જોશીમઠમાં ફસાયેલા છે. તે સુરક્ષિત છે અને આઇટીબીપી કેંપમાં રોકાયા છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
