ધુમ્મસના કારણે દિલ્હીમાં રેલ અને વિમાન સેવાઓ થઇ પ્રભાવિત
આજે ઠંડી અને ધુમ્મસના કારણે દિલ્હીની 6 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી. ત્યારે દિલ્હીમાં અન્ય કંઇ સેવાઓ ધુમ્મસના કારણે પ્રભાવિત થઇ જાણો અહીં...
દિલ્હીમાં ધીરે ધીરે ઠંડીનો કહેર વધી રહ્યો છે. વધુમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ ભારે મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં આજે દિલ્હીથી ઉડાન ભરતી 6 ઇન્ટરનેશનલ ફ્લાઇટ સમેત 8 ડોમેસ્ટિક ફ્લાઇટ પોતાના નિયત સમય કરતા મોડી ચાલી રહી છે.

અને 24 જેટલી ટ્રેનો પર પણ ધુમ્મસની અસર થઇ છે. કેટલીક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે તો કેટલીક નિયમ સમય કરતા મોડી ચાલી રહી છે. નોંધનીય છે કે સમગ્ર ઉત્તર ભારત ઠંડીના મારને સહન કરી રહ્યું છે. બિહારની રાજધાની પટનામાં ભારે ધુમ્મસ લોકોની સમસ્યા વધારી હતી. યુપી અને લખનઉમાં પણ ધુમ્મસના કારણે ટ્રેન મોડી થઇ રહી છે. લખનઉ અને કાનપુરથી ચાલનારી 60 જેટલી ટ્રેનો પોતાની નિર્ધારીત સમયથી 40 કલાક મોડી ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
