દેશમાં કોરોનાથી 8મુ મોત,કોલકત્તામાં ઈટલીથી પાછા આવેલ વ્યક્તિએ દમ તોડ્યો

દેશમાં ગંભીર થતા જઈ રહેલા કોરોના વાયરસના સંક્રમણને કારણે પશ્ચિમ બંગાળમાં પહેલુ મોત થયુ છે. દેશમાં કોરોનાથી મરનારનો આંકડો હવે આઠ થઈ ગયો છે.

દેશમાં ગંભીર થતા જઈ રહેલા કોરોના વાયરસના સંક્રમણને કારણે પશ્ચિમ બંગાળમાં પહેલુ મોત થયુ છે. દેશમાં કોરોનાથી મરનારનો આંકડો હવે આઠ થઈ ગયો છે. સોમવારે કોલકત્તાના સાલ્ટ લેકમાં હોસ્પિટલમાં ભરતી 55 વર્ષના કોરોના પીડિત વ્યક્તિનુ મોત થઈ ગયુ છે. જે વ્યક્તિનુ મોત થયુ છે તે અને તેમનો પરિવાર હાલમાં ઈટલીથી ભારત પાછો આવ્યો હતો. મૃતકનો પુત્ર હાલમાં હજુ ઈટલીમાં છે.

Coronavirus

કોલકત્તાના દમદમ વિસ્તારમાં રહેતા આ વ્યક્તિની ઉંમર 55 વર્ષની હતી. આ વ્યક્તિના પરિવારવાળા દક્ષિણી કોલકત્તામાં કોઈ હોસ્પિટલમાં ભરતી છે. બંગાળમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા હાલમાં 7 જણાવાઈ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આગ્રહ કર્યો કે વાયરસના વધતા કેસો વચ્ચે રાજ્યમાં આવનારી બધી ઉડાનો રદ થાય.
દેશના અલગ અલગ ભાગોમાંથી કોરોના વાયરસના સંક્રમણના 55 નવા કેસો સામે આવ્યા છે. જેનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 415 થઈ ગઈ છે. આમાંથી આઠ લોકોના મોત થઈ ચૂક્યા છે. સંક્રમિતોમાં 41 વિદેશી નાગરિક છે. ગુજરાત, બિહાર અને મહારાષ્ટ્રમાં રવિવારે એક-એક વ્યક્તિનુ મોત નીપજ્યુ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે કર્ણાટક, દિલ્લી, મહારાષ્ટ્ર અને પંજાબે ચાર લોકોના મોતના સમાચાર આપ્યા છે. 24 લોકોને ઈલાજ બાદ રજા આપી દેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X