લખનઉની મદરેસાથી છૂટેલી 51 છોકરીઓ છતું કર્યું આ રહસ્ય
લખનઉની મદરેસામાંથી છૂટેલી 51 યુવતીઓએ જણાવી તેમની આપબીતી. જાણો કેવી રીતે તેનો સંચાલક છોકરીઓના જીવનને બનાવી રહ્યો હતો નરક. વધુ વાંચો અહીં.
શુક્રવારે મોડી રાતે લખનઉની એક મધરેસામાંથી 51 બંધક છોકરીઓને છોડાવવામાં આવી. વળી આ મામલે યૌન શોષણની વાત પણ બહાર આવી છે. જે બાદ પોલીસે રેડ પાડી છોકરીઓને મુક્ત કરાવી છે અને મદરેસાના સંચાલકને પકડ્યા છે. મદરેસાથી બહાર આવેલી છોકરીઓને નારી નિકેતનમાં મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફસાયેલી યુવતીઓએ શુક્રવારે બપોરે મદરેસાના બારીમાંથી કાગળ ફેંકીને સ્થાનિક લોકોને પોલીસ સુધા તેમની વાત પહોંચાડવાની વાત કરી હતી. અને મદદની ભીખ માંગી હતી. છોકરીઓએ કાગળ પર છે લખ્યું હતું તે ખરેખરમાં ચોંકવનારું હતું.

તૈય્યબ જિયા
બંધક યુવતીઓએ કાગળમાં લખ્યું હતું કે તેના સંચાલકે અમને બંધક બનાવીને રાખી છે. તૈય્યબ જિયા નામનો સંચાલક અને તેના ચાર સાથીઓ યુવીઓનું યૌન શોષણ કરતા હતા. અને વિરોધ કરવા મામલે તેમને જીવથી મારી નાખવાની ધમકી મળતી હતી. આવી જાણકારી અને છોકરીઓના કાગળ મળ્યા પછી સજાગ અને સમજૂ સ્થાનિકોએ પોલીસને જાણકારી હતી. સ્થાનિકો અને યુવતીઓની હિંમતના કારણે જ પોલીસને આ વાતની જાણ થતા પોલીસની ટીમે છાપો મારી શુક્રવારે મધ રાતે 51 બંધક યુવતીઓને મુક્ત કરાવી હતી.

પોલીસ તપાસ
પોલીસ તપાસમાં ડરેલી યુવીતીઓએ પોલીસ અધિકારીઓને જણાવ્યું કે આરોપી સંચાલક તૈયબ જિયા તેમને ઓફિસની અંદર બોલાવીને તેમના પગ દબાવાનું કહેતો હતો. અને આનાકાની પર તેમની સાથે શારિરીક છેડછાડ પણ થતી હતી. વધુમાં વિરોધ કરવા પર યુવતીઓની ડંડાથી પિટાઇ પણ થતી હતી. વધુમાં છોકરીઓએ જે કાગળ લખ્યા છે તેમાં લખ્યું છે કે તૈયબ રસોડામાં બોલાવીને તેમની સાથે છેડછાડ કરતો હતો. યુવતીઓએ આ વાત પોલીસ સિવાય કોઇને ના કહેવાની વાત પણ કરી હતી. નહીં તો તેમની પીટાઇ થશે તેવી ડર પણ છોકરીઓએ વ્યક્ત કરી હતી.

મદરેસાના ફાઉન્ડરને પણ ધમકી
ત્યાં જ એક પીડિતાએ સંચાલક મો.તૈયબ જિયા પર છોકરીઓની સપ્લાય કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. લખનઉના ઇન્દિરાનગરના એ બ્લોકમાં રહેતા સૈય્યદ મોહમ્મદ જિલાની અશરફે ખદીઝતુલ કુબરા લિલબનાત નામે મદરેસા ખોલી હતી. સૈય્યદ જિલાનીએ જણાવ્યું કે મદરેસાની સાચવણી માટે તૈય્યબ જિયાને જવાબદારી સોંપી હતી. થોડા સમય પછી તૈય્યબ જિયાએ મદરેસાને ગર્લ્સ હોસ્ટેલમાં ફેરવી દીધી હતી. અને તૈય્યબ તેમાં પોતાની જ મનમર્જી ચલાવવા લાગ્યો હતો. અને વિરોધ કરનાર દરેકને ધમકી આપીને ભગાવી દેતો હતો.

યૌન શોષણ
આમ સમાજના કહેવાતા ધાર્મિક લોકો આશ્રમ અને ગર્લ્સ હોસ્ટેલના નામે હાલ માસૂમ બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે. દિલ્હીમાં પણ થોડા સમય પહેલા એક આશ્રમમાંથી આવી જ વાત બહાર આવી હતી. પણ બંન્ને પરિસ્થિતિમાં સજાગ સ્થાનિકોની હિંમતે અનેક માસૂમ યુવતીઓના જીવનને નરક બનાવતું રોક્યું હતું. જે સરાહનીય વાત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
