Jammu and Kashmir Election assembly 2024: જમ્મુ કાશ્મીરમાં 40 બેઠકો પર 415 ઉમેદવારો મેદાનમાં, જાણો ખાસ વાતો
Jammu and Kashmir Election assembly 2024: જમ્મુ કાશ્મીરમાં આજે અંતિમ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં 40 બેઠકોમાં મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં 415 ઉમેદવારોનું ભાવિ ઉમેદવારોમાં કેદ થશે. આ ચરણમાં 11 બેઠકો રેડ એલર્ટ પર છે.
એનડીઆર રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ત્રીજા તબક્કામાં 169 ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે 67 ઉમેદવારો પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.
જમ્મુની નગરોટાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્રસિંહ રાણા પાસે સૌથી વધુ 126 કરોડની સંપત્તિ છે.
જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા તબક્કાના મતદાન હેઠળ બારામુલ્લાની 7, કુપવાડા અને કઠુઆની 6-6, ઉધમપુરની 4, બાંદીપોરા અને સાંબાની 3-3 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.
બારામુલા સીટ માટે સૌથી વધુ 25 ઉમેદવારો મેદાનમાં છે. જમ્મુના અખનૂરમાં ત્રણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરના સાત જિલ્લામાં મતદાન કરવા માટે 20,000થી વધુ મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
જમ્મુ ક્ષેત્રના અધિક પોલીસ મહાનિર્દેશક આનંદ જૈને જણાવ્યું હતું કે, આતંકવાદ મુક્ત અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે મતદાન વિસ્તારોમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હજારો ચૂંટણી કાર્યકરો મતદાન કરશે.
ઉલ્લેખનીય છે કે, એન્જિનિયર રાશિદના ભાઈ ખુર્શીદ અહેમદ શેખ ઉત્તર કાશ્મીરની લંગેટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મુઝફ્ફર હુસૈન બેગ બારામુલાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
જમ્મુના નગરોટાથી ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર સિંહ રાણા પાસે સૌથી વધુ 126 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ તબક્કામાં સંસદ હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરુના મોટા ભાઈ એજાઝ અહેમદ ગુરુ પણ ચૂંટણી મેદાનમાં છે. એજાઝ ગુરુ સોપોર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર છે.
નોંધનીય છે કે, 18 સપ્ટેમ્બરના રોજ પ્રથમ તબક્કાની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. આ દરમિયાન 61.38 ટકા મતદાન થયું હતું. 25 સપ્ટેમ્બરે 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર 57.31 ટકા મતદાન થયું હતું, જમ્મુમાં સૌથી વધુ 11 બેઠકો પર PDPના 33 ઉમેદવારો મેદાનમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
