ઘરમાં તાપણું કરીને સૂઇ ગયો પરિવાર, 3 બાળકો સહિત માતાનું મોત
બિહારના ગયા જિલ્લાના અત્રી પોલીસ સ્ટેશન વિસ્તારના મોહરા બ્લોકના માલતી ગામમાં શુક્રવારના રોજ એક દર્દનાક ઘટના થઇ હતી. 21 જાન્યુઆરીની સવારે બનેલી આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા.
બિહારના ગયા જિલ્લાના અત્રી પોલીસ સ્ટેશન વિસ્તારના મોહરા બ્લોકના માલતી ગામમાં શુક્રવારના રોજ એક દર્દનાક ઘટના થઇ હતી. 21 જાન્યુઆરીની સવારે બનેલી આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં નાના બાળકો પણ શામેલ છે. સગડીમાંથી નીકળતા ઝેરી ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી તમામના મોત થયા હતા.

ઘરના લોકોએ જણાવ્યું કે, ગુરુવારની રાત્રે માતા તેના ત્રણ બાળકો સાથે એક જ રૂમમાં સૂતી હતી. ઠંડીને કારણે સગડી સળગાવીને રૂમમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન રાત્રે બધા સૂઈ ગયા હતા.
આ સાથે જ સગડીમાંથી નીકળતો ઝેરી ધુમાડો બંધ રૂમમાં ફેલાઈ ગયો હતો. શુક્રવારની સવારે જ્યારે રૂમનો દરવાજો લાંબા સમય સુધી ન ખૂલ્યો અને લોકોએ ઘરમાંથી ધુમાડો નીકળતો જોયો તો પાડોશીઓએ ઘરનો દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કર્યો હતો.
જ્યારે લોકો રૂમમાં પ્રવેશ્યા તો તેમણે જોયું કે, ત્રણેય બાળકો અને માતા બેભાન અવસ્થામાં પડેલા હતા. જે બાદ સ્થાનિક ડોક્ટર દ્વારા તેમની તપાસ કરીને તમામને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૃતક વિભા દેવીના પતિ પવન ઠાકુર દિલ્હીમાં રહે છે
મૃતકોમાં 35 વર્ષની માતા વિભા દેવી, 10 વર્ષની સિમરન કુમારી, 8 વર્ષીય આર્યન કુમાર અને 4 વર્ષની અંકિતા કુમારીનો સમાવેશ થાય છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, મૃતક વિભા દેવીના પતિ પવન ઠાકુર દિલ્હીમાં રહે છે અને નોકરી કરે છે અને તેની પત્ની બાળકો સાથે ઘરમાં રહેતી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
