બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો મોટો દાવો, કહ્યું-18 જૂલાઈએ NDA ની બેઠકમાં 38 પાર્ટીઓ હાજર રહેશે
એક તરફ કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવવા માટે તૈયાર થઈ રહી છે તો બીજી તરફ બીજેપીએ પણ સહયોગી પાર્ટીઓને પોતાની સાથે જોડવા કવાયત શરૂ કરી છે. આ ક્રમમાં 18 જૂલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએની બેઠક યોજાવા જઈ રહી છે.
એનડીએની બેઠક પહેલા બીજેપી તરફથી મોટો દાવો કરાયો છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ મોટો દાવો કરતા કહ્યું છે તે 18 તારીખે યોજાનારી એનડીએની બેઠકમાં એનડીએની 38 પાર્ટીઓ હાજરી આપશે.

જણાવી દઈએ કે, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાષ્ટ્રીય લોક જનતા દળના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાને પણ 18 જુલાઈએ દિલ્હીમાં યોજાનારી એનડીએની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા જેપી નડ્ડાએ કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં NDA સરકારે સુશાસન કર્યું છે અને અમે તેના પર સતત કામ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 28 લાખ કરોડ સીધા લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
જેપી નડ્ડાએ કહ્યું કે, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન દેશની સેવા અને મજબૂતી માટે રચાયેલ એક આદર્શ ગઠબંધન છે. યુપીએ ગઠબંધન પર કટાક્ષ કરતા જેપી નડ્ડાએ કહ્યું કે, યુપીએ પાસે ન તો કોઈ નેતા છે અને ન તો તેની પાસે નિર્ણય લેવાની શક્તિ છે. તે સ્વાર્થ અને માત્ર ફોટો ખેંચવા આધારિત જોડાણ છે.
જણાવી દઈએ કે, કોગ્રેસની આગેવાનીમાં દેશની તમામ મોટી રાજકિય પાર્ટીઓ એક મંચ પર આવવા માટે લગભગ તૈયાર છે ત્યારે બીજેપીમાં ભયનો માહોલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
