કૈલાશ ગેહલોતના ઘરે ITના દરોડામાં મળી કરોડોની બેનામી સંપત્તિઃ સૂત્ર
કૈલાશ ગેહલોતના ઘરે ITના દરોડામાં મળી કરોડોની બેનામી સંપત્તિ
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે દિલ્હીની કેજરીવાલ સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતના ઘરે દરોડા પાડ્યા હતા, દરમિયાન કૈલાશ ગેહલોતના ઘરેથી 35 લાખ રોકડા મળી આવ્યા. સાથે જ 100થી વધુ બેનામી સંપત્તિના પેપર પણ આવકવેરા વિભાગના હાથે લાગ્યાં છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે મંત્રી ગેહલોતના ઘરેથી આવકવેરા વિભાગના મંત્રી ગેહલોતના ડ્રાઈવરના નામે સંપત્તિ હોવાનાં પેપર પણ મળ્યાં છે.
|
15થી 16 ઠેકાણે રેડ પડી
સૂત્રોએ જણાવ્યા મુજબ આવકવેરા વિભાગે દિલ્હીના મંત્રી કૈલાશ ગેહલોતના 15થી 16 ઠેકાણે છાપા માર્યા હતા. જેમાં 2 કરોડ રૂપિયાનું સોનું ઝડપાયું છે. સૂત્રો મુજબ ગેહલોતના ઘરેથી મળેલી સંપત્તિના આંકડા વધી પણ શકે છે. જો કે આ દરોડા સંબંધે આવકવેરા વિભાગે સત્તાવાર નિવેદન આપ્યું નથી.
|
કેજરીવાલે મોદી સરકાર પર નિશાન સાધ્યું
દિલ્હીના મંત્રી કૈલાશ ગેહલોતના ઠેકાણે આવકવેરા વિભાગના દરોડા પડતાં આમ આદમી પાર્ટીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. દરોડા બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે મોદીજી, તમે મારા પર, સત્યેન્દ્ર પર અને મનીષને ત્યાં પણ રેડ પડાવી હતી એનું શું થયું? કંઈ મળ્યું? તો આગમી રેડ પાડતા પહેલા દિલ્હીવાળાઓએ એમની પસંદ કરેલી સરકારને સતત પરેશાન કરવા બદલ માફી તો માગી લો.

અગાઉ આ નેતાઓને ત્યાં રેડ પડી ચૂકી છે
આપના પ્રવક્તાએ કહ્યું કે કેન્દ્ર સરકાર પાર્ટીના નેતાઓને ડરાવવા માટે છાપામારીનો સહારો લઈ રહી છે. આતિશીએ કહ્યું કે અગાઉ વર્ષ 2015માં સીબીઆઈએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યાલયમાં છાપા માર્યા હતા. જ્યારે વર્ષ 2017માં નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાને ત્યાં અને મંત્રી સત્યેન્દ્ર જૈનના ઘરે તથા કાર્યાલયે છાપા માર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
