જમ્મુ-કાશ્મીરના બડગામમાં BSF જવાનોની બસ ખીણમાં પડતાં 3નાં મોત, 32 ઘાયલ
Jammu and Kashmir: હાલ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં જવાનો ઈલેક્શન ડ્યુટી કરવા માટે એક સ્થળેથી અન્ય સ્થળે જતા હોય છે.
આવા સમયે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના બ્રેઈલ વોટરહોલ વિસ્તારમાં એક BSFના જવાનોને લઇને એક બસ ચૂંટણી ફરજ પર જઈ રહી હતી. આ બસને અકસ્માત નડ્યો હતો. બસ પહાડી પરથી ખીણમાં પડી ગઈ હતી.
આ બસ અકસ્માતમાં સીમા સુરક્ષા દળના કુલ ત્રણ જવાનોના મોત થયો હતો. આ અકસ્માતમાં 32 સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા જવાનોમાંથી છ જવાનને ગંભીર ઈજાઓ થઈ છે.
આ અકસ્માત બડગામ જિલ્લાના બ્રેઈલ વોટરહોલ વિસ્તારમાં થયો હતો. પહાડી વિસ્તારમાં ચૂંટણી ફરજ પર તૈનાત બસ કાબૂ બહાર નીકળી ગઈ અને ઉંડી ખીણમાં ખાબકી હતી.

અહેવાલો અનુસાર, બોર્ડર સિક્યોરિટી ફોર્સના 32 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત જવાનોમાં બસ ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે.
આ અંગે મળતી માહિતી મુજબ, પાંચ બસોનો કાફલો રસ્તા પર જઈ રહ્યો હતો, જેમાંથી છેલ્લી બસ બેકાબૂ બની હતી. જે બાદ આ બસ લગભગ 40 ફૂટ ઊંડા ખીણમાં પડી ગઈ હતી.
#WATCH | J&K: 32 BSF personnel injured and 3 lost their lives after their bus rolled down a hilly road and fell into a gorge in Brell Waterhail area of Central Kashmir's Budgam district. Driver of the bus also injured. The bus was engaged in election duty. https://t.co/NPccSx5xrZ pic.twitter.com/d4N60b6qxr
— ANI (@ANI) September 20, 2024
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
