ચક્રવાતના ભય વચ્ચે ઓડિશામાં ભૂકંપના આંચકા, 3.6ની તીવ્રતા
આવતીકાલે ઓડિશામાં રથયાત્રાનો પ્રારંભ થશે. પવિત્ર રથયાત્રા પહેલા ઓડિશામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 04.40 વાગ્યે ઓડિશાના રાયગઢ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આવતીકાલે ઓડિશામાં રથયાત્રાનો પ્રારંભ થશે. પવિત્ર રથયાત્રા પહેલા ઓડિશામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 04.40 વાગ્યે ઓડિશાના રાયગઢ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઓડિશાના રાયગઢ જિલ્લાના કાશી પુર વિસ્તારમાં 3.6 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારબાદ લોકો તેમના ઘરની બહાર નીકળ્યા હતા. જોકે, ભૂકંપને કારણે કોઈ જાનમાલને નુકસાન થયું નથી.

કાશીપુર વિસ્તારમાં આવેલા ભૂકંપમાં રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતા નોંધાઈ હતી. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર અનુસાર સોમવારે સાંજે 4.40 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચાલો તમને જણાવી દઈએ કે દેશના જુદા જુદા ભાગોમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં બે વાર ભૂકંપના બે આંચકા અનુભવાયા છે, જેના કારણે રસ્તાઓ અને ઘરોમાં તિરાડો પડી છે.
હવામાન વિભાગે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાત ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી ચક્રવાત તોફાન આવી શકે છે. સોમવારે હવામાન વિભાગે ચેતવણી જારી કરી હતી કે આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ફરી એકવાર ચક્રવાતનું વાવાઝોડું આવી શકે છે.
An earthquake of magnitude 3.6 on the Richter scale, occurred in Kasipur area of Rayagada district in Odisha at 16:40 hours today: National Centre for Seismology pic.twitter.com/UtzGOmFpsJ
— ANI (@ANI) June 22, 2020
આ પણ વાંચો: ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત, આખા LAC પર તૈનાત કરાયા સૈનિક
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
