મહારાષ્ટ્રના પાલઘરમાં ફરીથી આવ્યા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5

સોમવારે મોડી રાતે એક વાર ફરીથી મહારાષ્ટ્રના પાલઘરમાં લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા.

નવી દિલ્લીઃ છેલ્લા અમુક મહિનાઓથી દેશના અલગ અલગ ભાગોમાં વારંવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, લદ્દાખ, મણિપુર, મિઝોરમ સહિત દેશના ઘણા ભાગોમાં છેલ્લા અમુક દિવસોમાં ભૂકંપના ઘણા ઝટકા આવી ચૂક્યા છે. વારંવાર આવી રહેલા ભૂકંપના કારણે અહીંના લોકોમાં ભયનો માહોલ છે.

earthquake

સોમવારે મોડી રાતે એક વાર ફરીથી મહારાષ્ટ્રના પાલઘરમાં લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા. મોડી રાતે 2 વાગીને 50 મિનિટે પાલઘર પાસે ભૂકંપના ઝટકા આવ્યા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 હતી. ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલના નુકશાનના સમાચાર નથી પરંતુ વારંવાર આવી રહેલ ભૂકંપના ઝટકાના કારણે લોકોમાં ભયનો માહોલ છે. લોકો ઘરોમાં રહેવાથી ડરે છે.

4 કલાકમાં આવ્યા ભૂકંપના 8 ઝટકા

તમને જણાવી દઈએ કે છેલ્લા સપ્તાહે પાલઘરમાં 4 કલાકમાં 8 વાર ભૂકંપના ઝટકા આવ્યા હતા. 11 સપ્ટેમ્બરે આવેલ ભૂકંપમાં 4 કલાકમાં 8 વાર ધરત હલી. જો કે ભૂકંપના ઝટકાની તીવ્રતા ઓછી હતી. પાલઘરના દ્હાણુ અન તલાસરીમાં આ ભૂકંપના ઝટકા અનુભવાયા. માત્ર મહારાષ્ટ્ર જ નહિ દેશના અલગ અલગ ભાગોમાં વારંવાર ભૂકંપ આવી રહ્યો છે.

કેમ આવે છે ભૂકંપ

ભૂકંપ ત્યારે આવે છે જ્યારે ધરતીની અંદર પ્લેટ્સ ટકરાય છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ પરસ્પર ટકરાય છે જેના કારણે ક્યાં ફૉલ્ટ લાઈન ઝોન બની જાય છે અને સપાટીના ખૂણા વળી જાય છે. સપાટીના ખૂણા વળી જવાના કારણે ત્યાં પ્રેશન બને છે અને પ્લેટ્સ તૂટવા લાગે છે. આ પ્લેટ્સના તૂટવાથી અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે જેના કારણે ધરતી હલે છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X