નરેન્દ્ર મોદીને મળી મથુરા રૈલી દરમિયાન હત્યાની ધમકી
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

નરેન્દ્ર મોદીને મળી મથુરા રૈલી દરમિયાન હત્યાની ધમકી
25મી મેના રોજ મથુરાના દીનદયાલ નગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી છે. ત્યારે આજે મથુરાના એસએસપી ડૉ. રાકેશ કુમારના મોબાઇલમાં એક મેસેજ આવ્યો જેમાં આ રેલી દરમિયાન મોદીને બોમ્બથી ઉડાવાની વાત કરવામાં આવી હતી. આ મેસેજ બાદ પોલીસ તંત્ર સાબદુ થયું છે અને આ રેલી માટે કડક સુરક્ષા બંદોવસ્ત કરવામાં આવશે.

સિફુંગ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
આસામના ગુવાહાટીમાં આજે સવારે સિફુંગ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ. જો કે ટ્રેનની સ્પીડ ઓછી હોવાના કારણે કોઇ મોટી દુર્ધટના થતા ટળી છે. આ અકસ્માતમાં ખાલી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.

રાહુલે એક રેંક એક પેન્શનનો રાગ આલાપ્યો
ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ભૂત પૂર્વ સૈનિકો અને શહિદોની વિધવાને મળ્યા. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે યુપીએ સરકારની યોજના એક રેંક એક પેન્શનને મોદી સરકાર એક વર્ષ બાદ પણ જમીનસ્તર પર લાવી નથી શકી.

એક વર્ષમાં પીએમ પદની વિશ્વાસનીયતા વધી
નરેન્દ્ર મોદી સરકારી એક વર્ષની ઉજવણી પર આજે ભાજપ સાંસદ અનંત કુમારે પ્રેસ કોન્ફર્ન્સ કરી મોદી સરકારની ઉપલબ્ધિઓ જણાવી. જેમાંઅનંત કુમારે કહ્યું મોદી 25મી મે મથુરામાં રેલી અને 26મી મે એક ખેડૂત ચેનલની શરૂઆત કરશે.આ પ્રસંગે અરુણ જેટલી કહ્યું કે ભાજપની સરકારે પાંચ રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે.

અરવિંદ કેજરીવાલ નોટિસ અંગે કોર્ટમાં જશે
કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક નોટિસ જાહેર કરી જે મુજબ ટ્રાન્સફરના તમામ હક ઉપરાજ્યપાલ પાસે રહેશે. આ નોટિસને હવે આમ આદમી પાર્ટીની સરકાર કોર્ટમાં પડકારવાની છે. વકીલ ગોપાલ સુબ્રમણ્યમના મત મુજબ આ નોટિસ અસંવિધાનિક છે.

વૈંકૈયા નાયડૂ આપી નોટિસ પર સ્પષ્ટતા
તો બીજી તરફ કેન્દ્રિય પ્રધાન વૈંકૈયા નાયડૂએ આ નોટિસ પર સ્પષ્ટતા આપતા કહ્યું છે કે આ નોટિસમાં કશું પણ સંવિધાનના વિરુદ્ધમાં નથી. અને તેમાં ખાલી સંવિધાનમાં લખેલા નિયમોને નોટિસ દ્વારા ફરી જાણકારી રૂપે આપવામાં આવ્યા છે.

કિરણ રિજીજૂ કહ્યું અમે ડ્રામા કરવામાં નથી માનતા
શુક્રવારે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફર્ન્સ યોજીને કેન્દ્ર સરકારની નોટિસે સંવિધાન વિરોધી કહી હતી. વધુમાં તેમણે કેન્દ્ર પર અનેક આરોપ પણ લગાવ્યા હતા જે અંગે કિરણ રિજીજૂ કહ્યું કે કેજરીવાલને ખાલી ડ્રામા કરતા આવડે છે. પણ અમે ડ્રામામાં નહીં શાસન કરવામાં અને કામ કરવામાં વિશ્વાસ રાખીએ છીએ.

બરખા સિંહે કુમારા વિશ્વાસના સમર્થકો સામે FIR નોંધાવી
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ બરખા સિંહે આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસના સમર્થકો વિરુદ્ધ આઇપી રાજ્ય પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ મૂક્યો છે કે તેમને ધમકી મળી રહે છે અને તેમના સન્માનને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે.

અમ્માના "અચ્છે દીન" આવી ગયા!
ચેન્નઇમાં આજે પાંચમી વાર તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે AIADMKના સુપ્રીમો જયલલિતાએ શપથ ગ્રહણ કરી. આ વખતે મોટી સંખ્યામાં અમ્માના અને AIADMKના કાર્યકર્તાઓ હાજર હતા.

ગુર્જરોની આંદોલન ચરમ સીમા પર
સરકારી નોકરીઓમાં આરક્ષણ મામલે ભરતપુરના રેલ્વે ટ્રેક પર બેઠલા ગુર્જરોના કારણે આજે રાજધાની એક્સપ્રેસ સમેત અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી. વધુમાં સરકાર પણ આ મામલે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે જે અંગે ગુર્જરોએ પણ પોતાની સહમતિ બતાવી છે.

મરયમ સિદ્દીકી મળી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને
ઇસ્કોન મંદિર દ્વારા આયોજીત ભગવત ગીતાની હરિફાઇમાં પ્રથમ આવનાર મરયમ આસિફ સિદ્દીકી શુક્રવારે તેના પિતા સાથે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળી. રાષ્ટ્રપતિ તેને આ માટે અભિનંદન આપ્યા.

સિયાચીન બેઝ કેમ્પ પર પહોંચ્યા મનોહર પર્રીકર
શુક્રવારે, લડાખના સિયાચીન બેઝ કેમ્પની રક્ષામંત્રી મનોહર પર્રિકરે મુલાકાત લીધી. આ પ્રસંગે તેમણે સિયાચીન યુદ્ધ સ્મારકને પુષ્પાજંલિ અર્પી અને સૈનિકોની સાથે વાતચીત કરી.

શબ એ મેહરાજની ઉજવણી થઇ શ્રીનગરમાં
શુક્રવારે, શ્રીનગરમાં શબ એ મેહરાજ નિમિત્તે હજરતબલ દરગાહમાં અને મુસ્લિમ ભાઇ બહેનાએ પવિત્ર અવશેષોને નજરે નીહાળી ધન્યતા અનુભવી.

કેન્સની મઝા માણી આરાધ્યા મમ્મી જોડે પરત ફરી
શુક્રવારે, બોલીવૂડ એકટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઇના આંતરાષ્ટ્રિય એરપોર્ટ પર જોવા મળી. કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઇને બન્ને મા દિકરી સ્વદેશ પરત ફર્યા.

તમાકુ ફ્રી મુંબઇ પોલિસ સ્ટેશનનું ઉદ્ધાટન
શુક્રવારે, મુંબઇમાં બોલીવૂડ સેલેબ્રિટી વિવેક ઓબોરોય અને રવિના ટંડને તમાકુ ફ્રી પોલિસ સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું.

સંગમ તટ પર ભક્તિનો સંગમ
અલ્હાબાદમાં એક ભક્ત તેની ગાય સાથે ગંગા, યુમના અને સરસ્વતીના સંગમ તટ પર પૂજા કરી ઘરે પરત ફરી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
