Video: 21 વર્ષની યુવતી પર 27 વખત ચપ્પુથી કર્યો હુમલો
દિલ્હી ફરી એકવાર શર્મસાર થઇ ચુકી છે. જેનાથી ફરી સાબિત થયું છે કે દિલ્હી છોકરીઓ માટે ક્યાંક ને ક્યાંક સુરક્ષિત તો નથી જ. દિલ્હીના બુરાડીમાં 21 વર્ષની યુવતી પર એક વ્યક્તિએ ચપ્પુથી હુમલો કરી દીધો. હુમલો કરવાવાળા વ્યક્તિ પર આરોપ છે કે તે છોકરીનું શોષણ કરતો હતો.
મળતી માહિતી મુજબ તેને યુવતી પર ચપ્પુથી લગભગ 27 થી 28 વાર ઘા માર્યા હતા. આ મામલે યુવતીના ભાઈએ જણાવ્યું કે તે વ્યક્તિ તેની બહેનનું શોષણ ઘણા લાંબા સમયથી કરતો હતો. તેના વિરુદ્ધ તેમને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી જે પછી તે શાંત થયો હતો.

યુવતીના ભાઈએ જણાવ્યું કે તેની બહેન પાર હુમલો કરવાવાળો વ્યક્તિનું નામ આદિત્ય મલિક છે. જયારે આ ઘટના બની ત્યારે તેની આસપાસના લોકો પણ હેરાન થઇ ગયા હતા. લોકો કઈ સમજી શકે તે પહેલા જ યુવકે એક પછી એક ચપ્પુના ઘા મારી દીધા.
તો એક નજર કરો કંપારી છોડાવી નાખે તેવા આ વીડિયો પર...












Click it and Unblock the Notifications
