મુંબઈમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, તીવ્રતા 2.5 માપવામાં આવી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. બુધવારે દિવસમાં 11 વાગીને 51 મિનિટે ભૂકંપના ઝટકા આવ્યા.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. બુધવારે દિવસમાં 11 વાગીને 51 મિનિટે ભૂકંપના ઝટકા આવ્યા. નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજી તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 માપવામાં આવી છે. ભૂકંપનુ કેન્દ્ર મુંબઈથી 103 કિમી ઉત્તરમાં હતુ. ભૂકંપના કારણે જાનમાલનુ કોઈ નુકશાન થયુ નથી. ઘણા વિસ્તારોમાં ભૂકંપના ઝટકા બાદ લોકોમાં ભયનો માહોલ જરૂર જોવા મળ્યો અને લોકો ઘરોની બહાર આવી ગયા.

earthquake

હાલના દિવસોમાં દિલ્લી-એનસીઆર અને ગુજરાતમાં સતત ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે. ગુજરાતના કચ્છમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ભૂકંપ આવ્યો. કચ્છના ભૂજમાં મંગળવારે સવારે 10.49 મિનિટે 3.5ની તીવ્રતાના ભૂકંપા ઝટકા અનુભવાયા. ભૂૂકંપનુ એપીસેન્ટર ભચાઉથી 11 કિલોમીટર દૂર હતુ. સોમવાર અને રવિવારે પણ અહીં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. સોમવારે બપોરે લગભગ એક વાગે રાજકોટથી 83 કિલોમીટર દૂર 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ રાતે લગભગ સાડા આઠ વાગ્યા સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં ઝટકા અનુભવાયા હતા. કચ્છમાં રવિવારે રાતે 5.3ની તીવ્રતાના ઝટકા અનુભવાયા હતા.

દિલ્લી-એનસીઆરમાં છેલ્લા 2 મહિનામાં ઓછામાં ઓછા 14 વાર ભૂકંપના ઝટકા આવી ચૂક્યા છે. દિલ્લી, હરિયાણા, નોઈડામાં વારંવાર ભૂકંપના ઝટકા અનુભવાતા લોકો ભયમાં છે. જો કે રાહતની વાત એ છે કે જાનમાલનુ કોઈ નુકશાન થયુ નથી.

ધરતીની અંદર જ્યારે પ્લેટ્સ અથડાય છે ત્યારે ભૂકંપ આવે છે ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઇ જગ્યાએ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે તેના કારણે ત્યાં ફૉલ્ટ લાઇન ઝોન બની જાય છે અને સપાટીના ખુણા ફેરવાય જાય છે, આ સપાટીના ખુણા પલટાતાં ત્યાં પ્રેશર બને છે અને પ્લેટ્સ ટૂટવા લાગે છે. આ પ્લેટ્સ ટૂટવાથી અંદરની એનરજી બહારનો રસ્તો શોધે છે, જેના કારણે ધરતી ધ્રૂજે છે અને તેને આપણે ભૂકંપ માનીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X