પ્રદુષણનું સ્તર વધતા દિલ્હીમાં 1થી 8 ધોરણની શાળાઓ બંધ કરાઈ, આ તારીખ સુધી બંધ રહેશે!

દિલ્હીમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યુ છે. રાજધાનીમાં હાલ એર ક્વોલિટી ઈન્ડેક્સ 450ને પાર કરી ગયો છે. વધતા પ્રદુષણ વચ્ચે હવે શાળાઓ બંધ કરવાની નોબત આવી છે. દિલ્હીમાં વધતા પ્રદુષણને લઈને ધોરણ 1થી 8ની શાળાઓ બંધ કરાઈ છે.

નવી દિલ્હી : દિલ્હીમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યુ છે. રાજધાનીમાં હાલ એર ક્વોલિટી ઈન્ડેક્સ 450ને પાર કરી ગયો છે. વધતા પ્રદુષણ વચ્ચે હવે શાળાઓ બંધ કરવાની નોબત આવી છે. દિલ્હીમાં વધતા પ્રદુષણને લઈને ધોરણ 1થી 8ની શાળાઓ બંધ કરાઈ છે. આ શાળાઓ 8 નવેમ્બર સુધી બંધ રહશે. શિક્ષણ વિભાગે આ જાહેરાત કરી છે.

delhi

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, એક દિવસ પહેલા નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ તમામ શાળાઓને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શાળાઓ બંધ કરવા સાથે સાથે શિક્ષણ વિભાગે ઓનલાઈન ક્લાસ ચલાવવા પણ આદેશ જારી કર્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં પ્રદુષણનું મુખ્ય કારણ પંજાબ અને હરિયાણામાં સળગાવવામાં આવતી પરાળી છે. વધતા પ્રદુષણ વચ્ચે શિક્ષણ નિયામક કચેરીએ શુક્રવારે સાંજે તમામ સરકારી અને ખાનગી શાળાઓને આઠમા ધોરણ સુધી 8મી નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.

દિલ્હીમાં કેજરીવાલ સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. પ્રદૂષણના સ્તરમાં વધારો થતાં ગ્રેટેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના લાસ્ટ ફેઝમાં એર ક્વોલિટી કમિટી દ્વારા સૂચવેલા નિયંત્રણોને લાગુ કર્યા છે. પર્યાવરણમંત્રી ગોપાલ રાયે માહિતી આપી છે કે, દિલ્હી સરકારે પ્રદૂષણ વિરોધી પગલાંની દેખરેખ અને અમલ કરવા માટે એક સમિતિની રચના કરી છે.

દિલ્હી સરકારે એર ક્વોલિટી કમિટીના સૂચનને અનુસરીને દિલ્હીની સરકારી ઓફિસોમાં 50 ટકા લોકોને ઘરેથી કામ કરવા આદેશ આપ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X