કેરળમાં નિપાહનો કહેર! 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ... જાણો લક્ષણો
Kerala: કેરળમાં નિપાહ વાયરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે. આ ઘાતક વાયરસે આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટમાં મુકી દીધા છે. આ વાયરસ જીવલેણ છે, કારણ કે તેની કોઈ ખાસ દવા કે વેક્સીન પણ ઉપલબ્ધ નથી.

શું છે નિપાહ વાયરસ
નિપાહ વાયરસ (NiV)એક ઝૂનોટિક વાઈરસ છે, એટલે કે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા (Pteropus Medius), જેને ફ્લાઈંગ ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે. આ પહેલીવાર 1998માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ, ભારત અને સિંગાપુરમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો. કેરળમાં 2018થી અત્યાર સુધી સાત વખત નિપાહ વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે.
નિપાહ વાયરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો છે, જે 40% થી 75% સુધીનો હોઈ શકે છે. આ વાયરસમાં માનવ-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાની ક્ષમતા પણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે. WHO એ આ રોગચાળાની સંભાવના ધરાવતા પ્રાથમિકતાવાળા રોગકારક જીવાણુઓમાં સામેલ કર્યો છે.
કેરળમાં નિપાહ વાયરસથી સંક્રમિત થતા 1 વ્યક્તિનું મોત
જુલાઈ 2025માં કેરળમના મુલપ્પુરમ જિલ્લામાં એક 18 વર્ષીય કિશોરનું નિપાહ વાયરસના કારણે મૃત્યુ થયું હતું. આ સાથે 46 નવા કેસ સામે આવ્યા છે, જેમાં મોટાભાગના મલપ્પુરમ, કોઝિકોડ અને પલક્કડ઼ જિલ્લામાં છે. આરોગ્ય અધિકારીઓએ 425 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.
કઈ રીતે ફેલાય છે નિપાહ વાયરસ
પ્રાણીઓથી મનુષ્યો સુધી
આ વાયરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે.
મનુષ્યોમાંથી મનુષ્યોમાં
સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.
શરુઆતના લક્ષણો
માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક, તાવ આવવો.
લક્ષણો
વાયરસ શરીરમાં પ્રવેશ કરતાં 4 થી 14 દિવસ પછી લક્ષણો જોવા મળે છે.
ગંભીર લક્ષણ
શ્વાસ લેવામાં તકલીફ પડવી, દિશા ભૂલી જવી, ચક્કર આવવા,એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
