કેરળમાં સગીર બાળકીએ યુટ્યુબ વીડિયો જોઈને બાળક જન્મ આપ્યો, પરિવારને ખબર જ નહોતી
કેરળમાં એક 17 વર્ષીય કિશોરીએ પોતાના રૂમમાં યુટ્યુબના વીડિયો જોઈને બાળકને જન્મ આપ્યો.
મલપ્પુરમઃ દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં એક 17 વર્ષીય કિશોરીએ પોતાના રૂમમાં યુટ્યુબના વીડિયો જોઈને બાળકને જન્મ આપ્યો. તે કોઈની સાથે યૌન સંબંધ બનાવીને ગર્ભવતી બની હતી. તેના માતા-પિતાને તેની ગર્ભાવસ્તાથી અજાણ હતા. આ ઘટના કેરળના મલપ્પુરમ જિલ્લામાં થઈ જ્યાં કિશોરીએ 20 ઓક્ટોબરે બાળકને જન્મ આપ્યો. ત્રણ દિવસ બાદ જ તેની મા કે જે નેત્રહીન છે તેને બાળક વિશે ખબર પડી કારણકે પ્રસવ બાદ કિશોરીને સંક્રમણ થઈ ગયુ હતુ.

કેરળમાં ચોંકાવનારો કેસ આવ્યો સામે
પ્રસવ બાદ ત્રણ દિવસ સુધી તે કિશોરી પોતાના રૂમમાં જ રહી. ત્રણ દિવસ બાદ જ્યારે તેની માને ખબર પડી તો મા અને બાળકો બંનેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. હાલમાં તે બંને ઠીક છે. હૉસ્પિટલના મેનેજમેન્ટે સગીર બાળકીને બાળક થવા અંગે બાળ કલ્યાણ સમિતિ(સીડબ્લ્યુસી)ને સૂચિત કર્યુ ત્યારબાદ સમગ્ર મામલાની સૂચના પોલિસને આપવામાં આવી.

રૂમમાં એકલી રહેવા લાગી હતી કિશોરી
પોલિસના જણાવ્યા અનુસાર કિશોરીએ કહ્યુ કે એક 21 વર્ષીય પડોશીએ તેને કથિત રીતે ગર્ભવતી કરી દીધી હતી અને બાળકને જન્મ આપ્યા બાદ ગર્ભનાળને કેવી રીતે કાપવાની છે તે જાણવા માટે તેણે યુટ્યુબ વીડિયો જોવાની પણ સલાહ આપી. પોલિસની કહેવુ છે કે જેણે કિશોરી સાથે યૌન સંબંધ બનાવ્યા તેણે કિશોરીના રૂમમાં એકલા હોવાનો ફાયદો ઉઠાવ્યો. તેની સામે હવે કાર્યવાહી કરવામાં આવી શકે છે.

માને લાગતુ હતુ - ઑનલાઈન ક્લાસ લઈ રહી છે
બાળ કલ્યાણ સમિતિ(સીડબ્લ્યુસી)એ પોતાની દીકરીની ગર્ભાવસ્થાના મહિનાઓ માટે માના સંપૂર્ણપણે અજાણ હોવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યુ કે મા નેત્રહીન છે અને તેનો પતિ સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે અને હંમેશા રાતની ડ્યુટી પર રહે છે. માનુ કહેવુ છે કે તે વિચારતી હતી કે દીકરી ઑનલાઈન ક્લાસ કરી રહી છે માટે ખુદને રૂમમાં બંધ કરી લે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
