કર્ણાટકમાં યેદીયુરપ્પા સરકારમાં 17 મંત્રીઓ શામિલ થયા
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના પડી ભાંગ્યા પછી મુખ્યમંત્રી પદના શપથ લેનારા ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના 25 દિવસ બાદ આજે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના પડી ભાંગ્યા પછી મુખ્યમંત્રી પદના શપથ લેનારા ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના 25 દિવસ બાદ આજે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે, જેમાં 17 મંત્રીઓએ શપથ લીધા છે. માનવામાં આવે છે કે રાજ્યમાં સરકાર રચવા કરતાં વધુ મુશ્કેલ પડકાર ભાજપ સમક્ષ કેબિનેટ તૈયાર કરવાનું હતું.

મંત્રી મંડળ માટે મુખ્યમંત્રીએ કુલ 17 ધારાસભ્યોના નામ રાજ્યપાલને મોકલ્યા છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ આજે રાજભવન ખાતે આ તમામ ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. જણાવી દઈએ કે જેડીએસ અને કોંગ્રેસની સરકારના પતન પછી, 26 જુલાઇએ ભાજપાએ રાજ્યમાં સરકાર બનાવી અને યેદિયુરપ્પાએ ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. જો કે, હજુ પણ કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને ભાજપ મંત્રીપદ આપે છે કે કેમ તે સવાલ હજી બાકી છે.
#Karnataka: B Sriramulu takes oath as Karnataka Cabinet Minister, in the presence of Governor Vajubhai Vala and Chief Minister BS Yediyurappa, in Bengaluru. pic.twitter.com/SFaVmiWDib
— ANI (@ANI) August 20, 2019
જે 17 ધારાસભ્યોએ મંત્રીપદની શપથ લીધી છે તેમના નામ જગદીશ શેટ્ટર, કેએસ ઇશ્ર્વરપ્પા, આર અશોક, શ્રીનિવાસ પૂજારી, એચ નાગેશ, લક્ષ્મણ સવદી, ગોવિંદ એમ કર્કાજોલ, અશ્વથ નારાયણ સીએન, બી શ્રીરામુલુ, એસ સુરેશ કુમાર, વી સોમાન્ના, સીટી રવિ, બસવરાજ બોમ્માઇ, જેસી મધુ સ્વામી, સીસી પાટિલ, પ્રભુ ચૌહાણ, શશીકલા જોલે અન્નાસાહેબ છે. આ લોકોમાં, શશીકલા એકમાત્ર મહિલા ધારાસભ્ય છે જેમણે પદના શપથ લીધા છે. આપને જણાવી કે કર્ણાટકમાં મંત્રીઓની મહત્તમ સંખ્યા 34 હોઈ શકે છે.
આ પણ વાંચો: જીવની પરવા કર્યા વિના એમ્બ્યુલન્સને રસ્તો દેખાડવા 12 વર્ષનો બાળક પાણીમાં કૂદી ગયો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
