મુંડેને શ્રદ્ધાંજલિ બાદ 16મી લોકસભાના પ્રથમ દિવસની કામગીરી સ્થગિત
નવી દિલ્હી, 4 જૂન : ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેના નિધનને પગલે આજે સંસદમાં દિવસભરની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. આડે મુંડેને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ 16મી લોકસભાના પ્રથમ દિવસની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ભારતમાં 16મીં લોકસભાનું પ્રથમ સત્ર આજે 11 વાગે શરૂ થયું હતું. સંસદની કાર્ય પદ્ધતિ અનુસાર દિવંગત નેતા ગોપીનાથ મુંડેને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મૌન રાખવામાં આવ્યું અને ત્યારબાદ સંસદની કાર્યવાહી કાલ સુધી સ્થિગત કરી દેવામાં આવી હતી.

મુંડેના દુ:ખદ અવસાનને કારણે આજે સંસદમાં થનારી સાંસદોની શપથવિધિને પણ મુલતવી રાખવામાં આવી છે. હવે નવા સાંસદો આવતીકાલે એટલે કે 5 અને 6 જૂનના રોજ શપથ ગ્રહણ કરશે. આજથી શરૂ થનારા સંસદ સત્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથને વચગાળાના સ્પીકર તરીકે પસંગ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
લોકસભાના 6 દિવસના પ્રથમ સત્રમાં 6 જૂને સ્પીકરની પસંદગી કરાશે. ભાજપના નેતા સુમિત્રા મહાજનને સ્પીકર પદે પસંદ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ત્યાર બાદ 9 જૂને રાષ્ટ્રપતિ બંને સભાગૃહોને સંબોધશે. ત્યાર બાદ 10 તેમજ 11 જૂને આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે અને એ જ દિવસે આ વિશેષ સત્ર પુરું થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
