સર્વેએ મહારાષ્ટ્ર ભાજપની મુશ્કેલી વધારી, 6 સાંસદ અને 121 ધારાસભ્ય ચૂંટણી હારી શકે
સર્વેઃ મહારાષ્ટ્રમાં ભાજપના 6 સાંસદ અને 121 ધારાસભ્યો હારશે
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મુશ્કેલી વધી શકે છે. તાજેતરના જ રિપોર્ટ મુજબ આગામી બે ચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થઈ શકે છે. રિપોર્ટ મુજબ વિધાનસભા ચૂંટણીમાં 121 ભાજપ ધારાસભ્યોએ હારનો સામનો કરવો પડી શકે છે જ્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપ મહારાષ્ટ્રની 40 ટકા સીટ પર હારી શકે છે.

સર્વેએ ભાજપની મુશ્કેલી વધારી
દિલ્હી સ્થિત એજન્સી ચાણક્યએ લોકો વચ્ચે એક સર્વે કરાવ્યો છે જેમાં લોકોને તેમના પ્રતિનિધિઓના કામને રેટ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં સાંસદ અને ધારાસભ્ય બંને સામેલ હતા. લોકોને કહેવામાં આવ્યું હતું કે કામના આધાર પર તમે તમારા પ્રતિનિધિઓને રેટ કરો કે શું તમે એમના કામથી ખુશ છો કે નહિ. લોકોને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા, પહેલો વિકલ્પ શું તમારા પ્રતિનિધિથી ખુશ છે, અથવા તો બીજા પ્રતિનિધિને ચૂંટશો, અથવા તો હાલના ધારાસભ્યને જ તમારો મત આપશો.

મોડી રાત સુધી બેઠક ચાલી
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ભાજપ યૂનિટે આગામી 2019 લોકસભા ચૂંટણઈ પહેલા એક બેઠક કરી હતી, જેમાં ચૂંટણીની રણનીતિને લઈને વાતચીત કરવામાં આવી છે. આ બેઠક મુંબઈના દાદર સ્થિત ભાજપા કાર્યલયમાં કરવામાં આવી હતી, જેમાં પાર્ટીના સાંસદ અને ધારાસભ્ય સામેલ હતા. આ બેઠકના અધ્યક્ષતા સીએમ દેવેન્દ્ર ફડવણીસે કરી હતી જે મોડી રાત સુધી ચાલી હતી. બેઠક દરમિયાન ચૂંટણી સાથે જોડાયેલ તમામ મુદ્દાઓ પર વાત કરવામાં આવી.

સાંસદોને બંધ લિફાફામાં રિપોર્ટ કાર્ડ આપ્યું
પાર્ટી કાર્યાલયમાં થયેલ આ બેઠકમાં ભાજપના સાંસદ અને ધારાસભ્યોને સર્વેનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો, જો કે લિફાફો બંધ હતો. ભાજપ ધારાસભ્યોનું કહેવું છે કે એમને એ વાતનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે આ જાણકારી લોકો વચ્ચે શેર ન કરવી. ભાજપના અંદરના સૂત્રો મુજબ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર સુભાષ ભામરને માત્ર 19 ટકા અંક જ મળ્યા છે. જો કે ભામરે આ રિપોર્ટ કાર્ડથી ઈનકાર કરી દીધો છે અને દાવો કર્યો કે એમને 50 ટકા સ્કોર મળ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
