ભારતભરના મુખ્ય સમાચાર તસવીરોના માધ્યમથી
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સેક્સની ઉંમર 16 થશે
શારીરિક સંબંધ બાંધવાની ઉંમર ઘટાડીને 16 વર્ષ કરી દેવામાં આવશે, જે હાલમાં 18 વર્ષની છે. હા સરકારના અન્ય એક પેનલે સહમતિથી શારીરિક સંબંધ બનાવવાની ઉંમર 18થી ઘટાડીને 16 કરવાની ભલામણ કરી છે.

મોદીના અંધ ભક્તોને કહ્યા સેક્સ્યુલી ફ્રસ્ટ્રેટેડ
ચેતન ભગતે પોતાના એક લેખમાં વિવાદ સર્જ્યો છે. તેમણે પોતાના લેખમાં મોદીના વફાદાર કહેવાતા અંધ ભક્તોને સેક્સ્યુઅલી ફ્રસ્ટ્રેટેડ કહ્યા છે. તેમણે લખ્યું છે કે મોદી ભક્ત પોતાની ખરાબ અંગ્રેજીના કારણે મહિલાઓને રિઝવી શકતા નથી.

શત્રુઘ્ન સિન્હાના કડવા વચનો
બિહારમાં વિધાન પરિષદની ચૂંટણીના પરિણામ જોઇને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ સુધ્ધા ખુશ છે જ્યારે અહીં જ સંબંધ ધરાવનાર સાંસદ શત્રુઘ્ન સિન્હાએ આની પર કડવા વચનો બોલીને સૌને આશ્ચર્યમાં નાખી દીધા છે. તેમણે જણાવ્યું કે વધારે ઇતરાવાની જરૂર નથી.

અરૂણ જેટલીને વરૂણની મહેરમાનીની જરૂર
નાણા મંત્રી અરૂણ જેટલીએ એવી આશા વ્યક્ત કરી છે કે જો આ વર્ષે વરૂણ દેવ મહેરબાન રહ્યા તો દાળ સહિત અન્ય ખાદ્ય પદાર્થ પરની મોંઘવારી પર અકુંશ લગાવવામાં મદદ મળશે.

પાકે કહ્યું સાનિયા ભાભી અભિનંદન
માર્ટિના હિંગિસની સાથે વિમ્બલડન વૂમન્સ ડબલ્સ ટાઇટલ જીતનાર સાનિયા મિર્ઝાની જીતને લઇને પાકિસ્તાનમાં પણ જશ્નનો માહોલ છે. પાકિસ્તાને પણ ટ્વિટર પર સાનિયા ભાભીને અભિનંદન પાઠવ્યા છે.

ત્રણ આતંકીને સેનાએ ઠાર માર્યા
જમ્મુ અને કાશ્મીરના કેરન સેક્ટરમાં ઘુસણખોરીની કોશીશ કરી રહેલા ત્રણ આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે. તેમની પાસેથી એકે-47 રાયફલ, ગ્રેનેડ લોન્ચર, મેગેઝીન વગેરે મળી આવ્યું છે.
|
છત્તીસગઢમાં નક્સલી હુમલો
છત્તીસગઢમાં નક્સલી હુમલો, નક્સલી ઠાર, ઇજાગ્રસ્ત જવાનો હોસ્પિટલમાં ભરતી.
|
કેજરીવાલની ઇફ્તિહાર પાર્ટી
કેજરીવાલની ઇફ્તિહાર પાર્ટીમાં દિગ્ગજ નેતાઓ.
|
નરેન્દ્ર મોદી કિર્ગ્યાસ્તાનમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગ્યાસ્તાનમાં બાયોમેડિકલ રિસર્સ સેંટરમાં.












Click it and Unblock the Notifications
