Highlights: અમિત શાહે કહ્યું,‘ લાલુની ગોદમાં બેસી ગયા છે નીતીશ’
નવી દિલ્હી, 9 ઑગસ્ટઃ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક દિલ્હીમાં શરૂ થઇ ચૂકી છે. જવાહરલાલ નહેરુ સ્ડેટિયમમાં ચાલી રહેલી આ બેઠકમાં 20 હજાર કરતા વધારે ભાજપી કાર્યકર્તાઓએ ભાગ લેવા પહોંચ્યા છે. બેઠક શરૂ થયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાનું ભાષણ આપ્યું. પ્રતૃત છે ભાષણના મુખ્ય અંશ.

- જનતાની અંદર ભાજપની વિચારધારા સંપૂર્ણપણે પહોંચવી જોઇએ. આ કારણ છેકે જનતાએ આપણો સ્વીકાર કર્યો છે.
- લોકસભા ચૂંટણીમાં જનતાએ આપણને એટલા માટે ચૂંટ્યા છે, કારણ કે આપણે તૃષ્ટિકરણનું રાજકારણ કર્યું નથી.
- પાર્ટી હવે નવી દિશા તરફ જઇ રહી છે અને આપણે આખા દેશમાં ફેલાવાનું છે.
- કોંગ્રેસના વિચારોએ દેશને ઘણું નુક્સાન પહોંચાડ્યું છે. હવે સમય આવી ગયો છેકે તેના પર ભાજપના વિચારોનો પ્રભાવ પડે.
- ભવિષ્યમાં જ્યારે દેશના ગત 10 વર્ષોની વાત આવશે તો કોંગ્રેસના કૌભાંડો જ નજર સમક્ષ આવશે.
- દેશની જનતાએ હવે આપણને કમાન સોંપી છે, તો આપણી જવાબદારી બને છેકે કૌભાંડોથી દૂર રહીએ.
- ખરાબ અવસ્થામાં રહેલી નાણાકીય વિરાસતમાં બજેટ બનાવવું મુશ્કેલ હતું, પરંતુ નાણામંત્રી અરૂણ જેટલીએ જનતા પર ભારણ નાંખ્યું નથી.
- વિકાસ દર વધારવા માટે ગામ અને શહેરના વિકાસમાં સંતુલન સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો છે.
- પાડોસીઓ સાથે સારો વ્યવહાર કેવી રીતે બનાવીએ, તે નરેન્દ્ર મોદી પાસેથી શીખવું જોઇએ.
- બ્રિક્સ સંમેલનમાં ભારતે મહત્વની ભૂમિકા નિભાવી છે.
- સંઘીય ઢાંચો મજબૂત કરવા કેવી રીતે ટીમ ઇન્ડિયા દેશનો વિકાસ કરી શકે છે, તેના પર કામ શરૂ થઇ ચૂક્યું છે.
- દેશની અર્થવ્યવસ્થાના પ્રબંધનમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. મોંઘવારી પર કાબૂ મેળવવાનું શરૂ થઇ ગયું છે.
- આઇટી પર બળ આપ્યું, પારદર્શિતાને વધારો આપ્યો છે.
- દેશના ખેડૂતો અને નાગરીકોના અધિકાર સાથે કોઇ સમજૂતિ કરવામાં નહીં આવે.
- સારો અને મજબૂત પાયો નાંખવાનું કામ આ સરકારે કર્યું છે.
આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે શું બોલ્યા અમિત શાહ
- ટૂંક સમયમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે.
- જમ્મુ-કાશ્મીર વિકાસની મુખ્યધારામાં હજુ પણ સંપૂર્ણપણે જોડાઇ શક્યું નથી.
- જમ્મુ-કાશ્મીરમાં જ્યારે ભાજપના નેતૃત્વમાં સરકાર બનશે, ત્યારે સ્થિતિ સુધરશે.
- જમ્મુ-કાશ્મીરને બે પરિવારોની પાર્ટીઓ અને સરકારે બરબાદ કરવામાં કોઇ કસર છોડી નથી.
- ઝારખંડની વાત કરીએ તો ત્યાં સૌથી વધુ પ્રાકૃતિક સંપદા છે, પરંતુ વિકાસ નથી.
- ઝારખંડની જનતાને હંમેશા ખંડિત જનાદેશ મળ્યો. આ વખતે ત્યાં ભાજપને પૂર્ણ બહુમત મળશે.
- હરિયાણામાં પરિવર્તન જોઇએ. અહીં સત્તાધારી નેતાઓએ જમીન વેંચીને પૈસા કમાયા છે.
- હરિયાણાની આસપાસના રાજ્યોની જવાબદારી આપવામાં આવી છે, તે તમામ પાર્ટીના કામમાં લાગી જાય.
- મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં આ વખતે એક મજબૂત સરકાર બનશે. જે ભાજપના નેતૃત્વમાં બનશે.
- મહારાષ્ટ્રને કોંગ્રેસે આગળ આવવા દીધું નથી. આ રાજ્યમાં આર્થિક સંપન્નતા લાવવી જરૂરી છે.
- મહારાષ્ટ્રમાં કૌભાંડ કરવામાં સરકારે કોઇ કસર છોડી નથી.
અમિત શાહના પ્રહાર
- જે નીતિશ કુમાર, લાલુ યાદવને કોસતા હતા, આજે તેમની ગોદમાં રમી રહ્યાં છે. જે શરમજનક વાત છે.
- આગામી વર્ષે બિહારમાં ચૂંટણી થવાની છે, આપણે ત્યાં આજથી કમર કસવાની શરૂ કરી દેવાની છે.
- ઉત્તર પ્રદેશની કાયદા વ્યવસ્થા ચિંતાજનક છે. ત્યાંની સરકાર વોટબેંકનું રાજકારણ કરી રહી છે.
- ભાજપના કાર્યકર્તાઓને કહેવા માગુ છુ કે તેઓ કંઇપણ કરે, આપણે સંયમ રાખીશું.
- હું તમામ રાજ્યોના એકમોને કહેવા માગું છું કે તમે તમારા રાજ્યોમાં પાર્ટીને મજબૂત બનાવો.
- ગૈર ભાજપ શાસિત રાજ્યોમાં ભાજપનો વિસ્તાર કરવાનો છે.
- જનતાની સમસ્યાઓને લઇને આપણે સરકાર પાસે જવુ પડશે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
