Zoho Mail : ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં હવે Zoho Mail નો ઉપયોગ થશે
Zoho Mail : ગુજરાત સરકારે ડિજિટલ સ્તરે આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ વધારતા એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે.
આ પત્રમાં તમામ સરકારી વિભાગો અને તેની હેઠળની કચેરીઓને તાત્કાલિક અસરથી Zoho Mail (ઝોહો મેઇલ) સર્વિસનો ઉપયોગ શરૂ કરવા આદેશ આપ્યો છે. આ નિર્ણય દ્વારા રાજ્યના ઈમેલ સંચારને સ્વદેશી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવામાં આવશે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ, પી. ભારતીએ આ સરકારી નિર્ણયની પુષ્ટિ કરી છે. કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો મુજબ અને દેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગુજરાત સરકારે આ પગલું ભર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ સ્વદેશી ઈમેલ સેવાનો ઉપયોગ શરૂ કર્યા બાદ ગુજરાત સરકારે રાજ્ય સ્તરે તેને અમલમાં મૂકવાનો સત્તાવાર નિર્ણય કર્યો છે.
Zoho Mai એક સંપૂર્ણ ભારતીય ઈમેલ સર્વિસ છે, જે ડેટા સુરક્ષા અને પ્રાઇવસીની દ્રષ્ટિએ વિશ્વસનીય માનવામાં આવે છે. વિદેશી ઈમેલ પ્લેટફોર્મ પરની નિર્ભરતા ઘટાડવા અને સંવેદનશીલ સરકારી ડેટાને દેશની સરહદોમાં જ સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી આ શિફ્ટિંગ મહત્વપૂર્ણ છે. આ પગલું ટેકનોલોજી ક્ષેત્રે પણ વોકલ ફોર લોકલના વિચારને પ્રોત્સાહન આપે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
