Gujarat Assembly Election 2022: CM યોગીએ ઝઘડિયામાં જાહેરસભા સંબોધી, ગુજરાત મોડેલના કર્યા વખાણ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. તમામ પાર્ટીઓ એડીથી ચોટીનુ જોર લગાવી રહી છે. ભરુચ જીલ્લાની ઝગડિયા વિધાનસભાના ઉમેદવાર રિતેશ વસાવાના સમર્થનમાં ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. તમામ પાર્ટીઓ એડીથી ચોટીનુ જોર લગાવી રહી છે. ભરુચ જીલ્લાની ઝગડિયા વિધાનસભાના ઉમેદવાર રિતેશ વસાવાના સમર્થનમાં ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝગડિયા વિધાનસભાના વાલિયા ખાતે જાહેરસભા સંબોધી હતી. જાહેરસભામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના 15થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ભાજપના આગેવાનોએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો

ભરૂચના વાલિયા ખાતે ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ભાજપે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. પ્રથમ તબક્કાની 89 પૈકી 82 બેઠકો પર ભાજપે ઈતિહાસમાં પ્રથમવાર એક સાથે જાહેર સભાનું આયોજન કર્યું હતું ત્યારે ભરૂચ જિલ્લાની ઝઘડીયા વિધાનસભા બેઠક પર વાલિયા ખાતે યોગીજીએ જાહેર સભા સંબોધી હતી. આ પ્રસંગે ઝઘડીયા બેઠકના ભાજપના ઉમેદવાર રિતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા, જીગ્નેશ મિસ્ત્રી, સેવંતુ વસાવા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
યોગી આદિત્યનાથે જાહેરસભામાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપને ભવ્ય જીત અપાવવા અપીલ કરી હતી. યોગીજીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશને આતંકવાદ અને નક્સલવાદ આપ્યો જ્યારે ભાજપે વિકાસ ઘર ઘર સુધી પહોંચાડ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં અયોધ્યામા ભવ્ય રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે જે આવનારા દિવસોમાં રાષ્ટ્ર મંદિર બની રહેશે. ભાજપ સરકારના રાજમાં ગુજરાત દેશ અને દુનિયામાં મોડેલ રાજ્ય બન્યું છે ત્યારે ફરીવાર ભાજપની સરકાર બનાવવા તેઓએ અપીલ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
