Dr Ambedkar Jayanti 2023 : ગાંધીનગરમાં યોજાશે વિશ્વની સૌથી મોટી રેલી, 5 લાખ લોકો લેશે ભાગ
Dr Ambedkar Jayanti 2023 : સમગ્ર દેશ 14 એપ્રિલ એટલે કે, આંબેડકર જયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ અંતર્ગત રાજ્યમાં પણ આ વર્ષે ઐતિહાસિક દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યની પાટનગર ગાંધીનગરમાં અત્યાર સુધીની સૌથી મોટી એટલે કે, ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશની સૌથી મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજન સ્વયં સૈનિક દળ (SSD) દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરના રામકથા મેદાનમાં આ કાર્યક્રમ દરમિયાન, લગભગ 1 લાખ લોકો હાજર રહેશે. જેમાં ગાંધીનગર ખાતે SSD દ્વારા બાબા સાહેબને સલામી આપવામાં આવશે. આ સાથે બાબા સાહેબ દ્વારા આપવામાં આવેલી 22 પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવશે.
આ કાર્યક્રમનું આયોજન સ્વયં સૈનિક દળ (SSD) નામના સ્વૈચ્છિક સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે આ અવસર પર મહારેલી અને મહાસભાનું આયોજન કરવામાં આવશે. ગાંધીનગર રામકથા મેદાનમાં આ આયોજનમાં ગુજરાત વિવિધ ગામડાઓ, તાલુકા તથા શહેરમાંથી 5 લાખ જેટલા લોકો ભાગ લેશે.
સ્વયં સૈનિક દળ (SSD)ના તમામ કાર્યકર્તાઓ પોતાના ડ્રેસમાં હાજર રહી બાબાસાહેબ આંબેડકર દ્વારા બતાવવામાં આવેલી 22 પ્રતિજ્ઞાઓનું પાલન કરવાનો સંકલ્પ લેશે. જે બાદ બાબા સાહેબની પ્રતિમાને સલામી પણ આપવામાં આવશે.
સંગઠન દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું કે, આ સંગઠનમાં એક પણ હોદ્દેદાર નથી, આ સાથે જ જેટલી પુરૂષોની સંખ્યા હશે, તેટલી જ મહિલાઓની પણ ભાગીદારી આ કાર્યક્રમમાં જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006માં રાજકોટમાં 50 સમાન વિચારધારાવાળા દલિત સામાજિક કાર્યકર્તા દ્વારા સ્થાપિત સ્વયં સૈનિક દળ, આ ભવ્ય સામુહિક દીક્ષા સમારંભની તૈયારીમાં લાગી ગયું છે. આ સાથે જ પોરબંદરમાં મહાન અશોક બૌદ્ધ વિહારના બૌદ્ધ ભિક્ષુ પ્રજ્ઞા રત્નજી સમારંભની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લેશે.
SSD દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અંદાજે 800 બસો, 5,000 ફોર-વ્હીલર્સ સાથે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લોકો આ સમારોહમાં હાજરી આપવા આવશે. જે વિધાનસભામાં આંબેડકરની પ્રતિમા સુધી જશે. આ સ્થાન પર, શિસ્તબદ્ધ તમામ અનુયાયીઓ દ્વારા બાબા સાહેબની 22 પતિજ્ઞાઓનો ઉચ્ચાર કરવામાં આવશે.
કરાઇ છે આવી વ્યવસ્થા
SSD નું મિશન સામાજિક દુર્ગુણોનો ત્યાગ અને દરેક માટે ગૌરવપૂર્ણ જીવન પર ભાર મૂકતા માનવતાવાદી મૂલ્યોને અપનાવવું છે. SSD દ્વારા સમાજમાં તેમના અધિકારો અને ફરજો વિશે જાગૃતિ લાવવા અને લોકોમાં રહેલી કટ્ટર માન્યતાઓ અને અંધશ્રદ્ધાને નાબુદ કરવા પગલા ભરવામાં આવે છે.
SSD ના દ્વારા લોકોને તેમના બંધારણીય અધિકારો વિશે શિક્ષિત કરીને અને તેમના પોતાના ભાગ્યના પોતે માલિક બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમના કાર્યથી દલિત સમુદાયના લોકો વચ્ચે એકતા અને સહિયારા હેતુની ભાવના તેમજ વિવિધ સામાજિક જૂથો વચ્ચે વધુ સમજણ અને સહકારને પ્રોત્સાહન આપવામાં મદદ મળી છે.
SSD આયોજકો દ્વારા આ કાર્યક્રમના સફળ બનાવવા તાબડતોબ તૈયારી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંગઠનમાં સામેલ તમામ લોકોનો એક ખાસ ગ્રીન ડ્રેસ કોડ છે, જેને તે પહેરીને રેલી સ્વરૂપે ગાંધીનગરના રસ્તાઓ પર ફરશે.
આ સંગઠનની ખાસ વાત એ છે કે, તેઓ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા, પરિવહન વ્યવસ્થા અને વિશાળ મેળાવડામાં કોઈ તબીબી ઇમરજન્સીને યોગ્ય ન્યાય મળે તેની પણ ધ્યાન રાખે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
