Excl: સાંસદો કેમ ઉતરે છે વિધાનસભા ચુંટણીમાં?

પ્રથમ વાત કરીએ કુંવરજી બાવળિયાની. તેઓ રાજકોટ સંસદીય મત વિસ્તારના સાંસદ છે. કોંગ્રેસ પક્ષે તેમને ભાવનગર ખાતે આવેલ બોટાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ટિકિટ આપી દીધી છે. હવે વિચારવાની બાબત એ છે કે બાવળિયાને ગુજરાતની ચુંટણી લડવાની ક્યાં જરૂર ઊભી થઈ? બીજી બાજું કોંગ્રેસ પક્ષને સાંસદને વિધાનસભા ચુંટણી મેદાનમાં ઉતારવાનો શો ફાયદો છે?
આખરે સાંસદ જેવા ઉચ્ચ પદથી ધારાસભ્ય જેવા ઉતરતી કક્ષાના પદ તરફ કોઈ વળતું હોય, તો તેની પાછળનો લૉજિક તો હોય જ ને. આ લૉજિક છે સાંસદ કરતાં ઉંચું પદ પ્રાપ્ત કરવાનો. એક કક્ષા નીચે ઉતરતાં જો સાંસદ કરતાં ઉંચુ પદ મળતું હોય, તો પછી પ્રયત્ન કરવામાં વાંધો શું છે? ના સમજાયું? ચાલો આપને વિગતવાર અને તબક્કાવાર સમજાવીએ.
ત્યારે પક્ષ, આજે ઉમેદવારની જરૂરિયાત
બાવળિયા, વિટ્ઠલ રાદડિયા અને વિક્રમ માડમ જેવા બીજા ઘણાં ધારાસભ્યો કે જે 2007ની વિધાનસભા ચુંટણીમાં ચુંટાયા હતાં, તેઓ સોળ માસ પછી થયેલ લોકસભા ચુંટણી 2009માં ઝંપલાયા હતાં. કોંગ્રેસ પક્ષે તે વખતે બાવળિયા, રાદડિયા અને માડમ જેવા ધારાસભ્યોના સહારે ગુજરાતમાં 26માંથી 11 લોકસભા બેઠકો કબ્જે કરી હતી. લોકસભાની ચુંટણીમાં ધારાસબ્યોને અજમાવવા પક્ષની જરૂરિયાત અને આગવી કોઠાસુઝ ગણી શકાય, પરંતુ વિધાનસભાની ચુંટણીમાં પક્ષ કયા કારણે મજબૂર છે? આ સવાલનો એક જ જવાબ છે સાંસદની જરૂરિયાત. ત્યારે પક્ષને જરૂર હતી, આજે સાંસદને જરૂર છે.
આ હોઈ શકે ગણિત
કુંવરજી બાવળિયા જેવા દિગ્ગજ નેતા જો ધારાસભ્યમાંથી સાંસદ બની લોકસભામાં પક્ષને એક સીટ આપતાં હોય, તો પક્ષ પણ તેમની વાત કઈ રીતે અવગણી શકે? બીજું એ કે બાવળિયા જેવા નેતાને કોળી મતોના વર્ચસ્વ વાળા બોટાદમાંથી ટિકિટ આપવામાં આવી છે અને તેઓ કદાચ જીતી પણ જશે, પરંતુ પછી શું? બાવળિયા કે હવે પછીની યાદીમાં જે કોઈ પણ સાંસદનું નામ આવશે, તે તમામનો ગણિત શું છે? શું તેઓ સાત વિધાનસભા વિસ્તારોનો સમાવેશ કરતાં લોકસભા મત વિસ્તારની જગ્યાએ ફરીથી માત્ર એક જ વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે? નહિં, બિલ્કુલ નહિં. તેઓનો વ્યક્તિગત અભરખો છે અને આ અભરખો બીજો કોઈ નહિં, પણ મંત્રી પદ હાસલ કરવાનો જ હોઈ શકે. સાંસદમાંથી ધારાસભ્ય બનવા તરફ વળતાં સાંસદો એવું માનતા હોય કે વિધાનસભા ચુંટણીમાં પક્ષને બહુમતી મળે અને સરકાર રચાય, તો તેમને ભલે મુખ્યમંત્રી નહિં, તો કમ સે કમ મંત્રી પદ તો હાસલ થશે. અને એ વાત પણ પાકી છે કે એક સાંસદ માત્ર સાત કે આઠ વિધાનસભા મત વિસ્તારનો જ પ્રતિનિધિ હોય છે, પરંતુ રાજ્ય સરકારનો એક મંત્રી આખા રાજ્યનો મંત્રી કહેવાય છે. કઈં પણ હોય, સાંસદ કરતાં મંત્રી પદ અને તેનો મહત્વ વધુ જ છે.
તેમનો વિજય પ્રજાના માથે
આવું ગણિત અજમાવનાર સાંસદોને કે તેમના પક્ષને કદાચ પ્રજાની ચિંતા નથી હોતી. હવે બાવળિયા કે પછી રાદડિયા અને માડમ જેવા દિગ્ગજ નેતાઓ કે જે સાંસદો છે, તેઓ વિધાનસભાની ચુંટણી લડે, તો એક વાત તો લગભગ નક્કી જ હોય કે તેઓ ચુંટણી જીતી જશે. જો આમ થાય, તો પ્રજાએ જ ભોગવવાનો વારો આવે. આની પાછળનું ગણિત એ છે કે જો બાવળિયા, રાદડિયા કે માડમ વિધાનસભાની બેઠક જીતી જાય, તો તેમને સાંસદ કે ધારાસભ્ય બેમાંથી એક પદ ઉપરથી રાજીનામુ આપવું પડે. શક્યતા બે ઊભી થાય. પહેલી એ કે જો સરકાર તેમના પક્ષની રચાય, તો તેઓ મંત્રી બનવાના અભરખા સાથે સાંસદ પદેથી રાજીનામું આપી દે. તેવી પરિસ્થિતિમાં સંબંધિત લોકસભા બેઠક માટે પેટા ચુંટણી કરાવવી પડે અને બીજી શક્યતા એ ઊભી થાય કે જો તેમના પક્ષની સરકાર ન રચાય, તો તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી સાંસદ તરીકે જળવાઈ રહેવાનું જ પસંદ કરશે. તેવી પરિસ્થિતિમાં તેઓ જે વિધાનસભા બેઠક ઉપરથી ચુંટાયા હતાં, ત્યાં પેટા ચુંટણી કરાવવી પડે. બંને જ પરિસ્થિતિઓમાં તેમનો વિજય તો આખરે પ્રજાને માથે જ પડે ને. 2009માં પણ આવા અનેક ધારાસભ્યો જ્યારે લોકસભા ચુંટણી જીત્યા હતાં, ત્યારે પેટા ચુંટણી કરાવવી પડી હતી.
હરાવીને જ બચી શકાય
આ પ્રકારના હીન અને વ્યક્તિગત અભરખા ધરાવતા રાજકારણમાં પ્રજાએ જો આવા ખોટા ખર્ચથી બચવું હોય, તો આવા સાંસદોને ઘેર ભેગા જ કરી દેવા જોઇએ. આવા સાંસદોને જો જીતાડી દેવાય, તો પછી લોકસભા કે વિધાનસભા બેઠક બંનેમાંથી કોઈ પણ એક માટે પેટા ચુંટણી કરાવવી જ પડે. જો પ્રજાએ આવા વ્યર્થ ખર્ચથી રાજ્યને બચાવવો હોય, તો તેઓએ પોતાના વિવેકથી આવા સાંસદ ઉમેદવારોને ચુંટણીમાં પરાસ્ત કરવા જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
