આમ આદમી પાર્ટીને લાવવાની રણનીતિનો ભોગ ખૂદ ભાજપ જ બની રહ્યું છે કેમ?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીને દિવસો જ બાકી રહ્યા છે. રાજ્યમાં 2022ના અંતમાં નવી સરકાર રચાઇ જશે ત્યારે, ભાજપ સરકારમાં ફરીથી વાપસી કરવા માટેના તનતોડ પ્રયાસ કરી રહ્યુ છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીને દિવસો જ બાકી રહ્યા છે. રાજ્યમાં 2022ના અંતમાં નવી સરકાર રચાઇ જશે ત્યારે, ભાજપ સરકારમાં ફરીથી વાપસી કરવા માટેના તનતોડ પ્રયાસ કરી રહ્યુ છે. તો, વિપક્ષ કોંગ્રેસ ગત 2017ની ચૂંટણીની તુલનામાં ઘણી મંદ ગતીએ ચાલી રહી છે. સ્થાનિક લેવલ પર કોંગ્રેસના કાર્યકરો મહેનતમાં લાગી ગયા છે. પરંતું, રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતૃત્વ અગ્રેસિવ જોવા મળી રહ્યુ નથી.

ત્યારે, બીજી તરફ કુબ આક્રમકતાથી ઘુસેલ આમ આદમી પાર્ટી હાલમાં ખુબ સક્રિય અને મતદારો પર પકડ જમાવતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ અને તેના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ ખુદ વારંવાર ગુજરાતની મુલાકાત લઇ વિવિધ સભાઓ સંબોધતા જોવા મળી રહ્યા છે.
ખરેખરમાં આમ આદમી પાર્ટીને ભાજપે ખુબ હળવાશથી લઇને ભાજપથી નારાજ મતદારોને કોંગ્રેસમાં જતાં ખાળવા અર્થાત એન્ટિઇન્કમ્બન્સી ટાળવા માટે સેઇફ પેસેજ આપ્યો હતો. આમ આદમી પાર્ટીને ઘુસાડવા ભાજપે હળવાશથી લીધી હતી. પરંતું, હવે ભાજપને તેની આ રણનીતિ ભારે પડી રહી છે. ભાજપની મજબુત વોટબેંક ગણાતી શહેરી મતદારો પર આમ આદમી પાર્ટી પકડ બનાવી રહી છે. ભાજપની રાજકીય ભૂલ હવે ભાજપને ભારે ન પડે તે માટેની રાજકીય કવાયતમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ લાગી ગયા છે.












Click it and Unblock the Notifications
