સીઆર પાટીલ બાદ કોણ હશે ગુજરાત બીજેપી અધ્યક્ષ? આ નામો ચર્ચામાં
કેન્દ્રની નવી એનડીએ સરકારમાં ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલને મંત્રી બનાવાયા છે. હવે તેમના જવાથી ગુજરાત બીજેપી અધ્યક્ષની સીટ ખાલી પડશે.
નવી કેબિનેટના શપથ બાદ હવે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો સવાલ એ છે કે મોદી કેબિનેટમાં પાટીલની એન્ટ્રી બાદ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે?

2009થી સતત ચોથી વખત નવસારી બેઠક પર જીત મેળવનાર સીઆર પાટીલ તેમની 35 વર્ષની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત કેન્દ્રમાં મંત્રી બની રહ્યા છે. આ સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક ખાલી પડી છે.
હાલ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ છે અને કાર્યકરોમાં સી.આર.પાટીલની પકડ ઘણી મજબૂત માનવામાં આવે છે. પાટીલના નેતૃત્વમાં ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવીને અનેક રેકોર્ડ બનાવ્યા છે.
પાટીલના નેતૃત્વમાં ભાજપે તમામ જૂના રેકોર્ડ તોડીને વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. જો કે હવે ભાજપ ગુજરાત કોને સોંપશે તે એક મોટો પ્રશ્ન છે.
અહેવાલો અનુસાર, નવા પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી અથવા ક્ષત્રિય ચહેરાને તક મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની મજબુત સ્થિતિને જોતા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાતમાંથી જ OBC ચહેરો હોઈ શકે છે.
ઠાકોર સમાજના પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ઓબીસી ચહેરા તરીકે હોઈ શકે છે, ઉપરાંત આ વખતે પછાત જ્ઞાતિઓમાં પણ વિનોદ ચાવડાનું નામ ચર્ચાઈ રહ્યું છે. રૂપાલાને મંત્રી ન બનાવીને ક્ષત્રિય સમાજને ખુશ કરવાના પ્રયાસમાં ક્ષત્રિય સમાજ આઈકે જાડેજા પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હોવાનું મનાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
