ગમે તેનું નેતૃત્વ હોય, 2022 માં ભાજપની વિદાય નિશ્ચિત- લલિત કગથરા
સ્વતંત્રતા દિવસે સી આર પાટીલે કહ્યું હતુ કે ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાની વાળી સરકારે છેલ્લા 5 વર્ષમાં સારૂ કામ કર્યુ છે અને આગામી વિધાનસભાની ચૂંટણી પણ તેંમની આગેવાનીમાં જ લડાશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજનીતિ દિવસે દિવસે ગરમાઈ રહી છે. ભાજપના ગુજરાત અધ્યક્ષના નિવેદન બાદક કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. કગથરાએ કહ્યું છે કે ભાજપ 2022 માં ગમે તેના નેતૃત્વમાં ચૂંટણી લડે અમને કોઈ ફર્ક પડતો નથી.

સ્વતંત્રતા દિવસે સી આર પાટીલે કહ્યું હતુ કે ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાની વાળી સરકારે છેલ્લા 5 વર્ષમાં સારૂ કામ કર્યુ છે અને આગામી વિધાનસભાની ચૂંટણી પણ તેંમની આગેવાનીમાં જ લડાશે. આ નિવેદન બાદ કોંગ્રેસ ભાજપ પર હમલાવર થયુ છે અને કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. લલિત કગથરાએ પ્રહાર કરતા કહ્યું છે કે 2022 માં ગુજરાતમાંથી ભાજપની વિદાય નિશ્ચિત છે. ભાજપ કોની આગેવાનીમાં ચૂંટણી લડે તેનાથી કોઈ ફર્ક પડતો નથી. આ ઉપરાંત નેતૃત્વના સવાલને લઈને કગથરાએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસનો દરેક કાર્યકર્તાની આગેવાનીમાં ચૂંટણી લડાશે.
ઉલ્લેખનિય છે કે સી આર પાટીલે સ્વતંત્રતા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ગુજરાતમાં વર્તમાન ભાજપે 5 વર્ષ સારી કામગીરી કરી છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાત અફવા છે. વિજય રૂપાણી અને નીતિન પટેલની આગેવાની વાળી સરકારે સારૂ કામ કરતા આગામી 2022 વિધાનસભાની ચૂંટણી પણ આ બે નેતાઓની આગેવાનીમાં જ લડાશે. જે બાદ કગથરાએ જવાબ આપતા આમ જણાવ્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
