Western Railway દ્વારા સાબરમતી-કટોસન રોડ વચ્ચે મેમુ ટ્રેનની કરાઈ શરૂઆત, જાણો વિગત
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સાબરમતી અને કટોસન રોડ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા (મેમુ ટ્રેન) શરૂ કરી છે. જેની વિગતો નીચે મુજબ છે.

સાબરમતી-કટોસન રોડ મેમુ ટ્રેન (શનિવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ)
ટ્રેન નંબર 69249 સાબરમતી-કટોસન રોડ મેમુ સાબરમતીથી 06.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને 08.05 વાગ્યે કટોસન રોડ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 69250 કાટોસન રોડ - સાબરમતી મેમુ કટોસન રોડથી 19.05 વાગ્યે પ્રસ્થાન કરશે અને 20.30 વાગ્યે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં કલોલ, કડી અને ભોયણી સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં કુલ 8 કોચ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને અંગે વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરી શકે છે.
તલોદ-રાખિયાલ રેલખંડમાં સ્થિત અંડરપાસ (આરયુબી) નંબર 43A 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
અમદાવાદ ડિવિઝનના અસારવા-હિંમતનગર સેક્શનના તલોદ-રખિયાલ રેલખંડમાં સ્થિત રેલ્વે અંડરપાસ (આરયુબી)નં. 43A, (એલસી-48) કિમી 360/2-3 (ખેરોલ રોડ) ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને 30 સપ્ટેમ્બર 2025 સુધી આવાગમન માટે બંધ રહેશે. વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી, સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા રેલવેના સરળ અને સુરક્ષિત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે આ અન્ડરપાસ (આરયુબી) બંધ રાખવામાં આવ્યો છે.
29 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી ગાંધીનગર યાર્ડ અને જીઇબી પાવરપ્લાન્ટ વચ્ચે આવેલી રેલવે ક્રોસિંગ નં. 5 બંધ રહેશે
અમદાવાદ ડિવિઝન પર ગાંધીનગર યાર્ડ અને ગુજરાત વિદ્યુત બોર્ડ (જીઇબી) પાવરપ્લાન્ટ વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 5 જીઇબી ગેટ, ઓએચઇ પોસ્ટ નં. 05/04-05 તાત્કાલિક સમારકામ અને જાળવણીના કામો માટે 29 ઓગસ્ટ 2025ના રોજ સવારે 09.00 વાગ્યાથી 5 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 18.00 વાગ્યા સુધી (કુલ 8 દિવસ) બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રસ્તા વપરાશકર્તાઓ રેલ્વે ક્રોસિંગ નં. 4 જીઇબી ગેટ, ઓએચઇ પોસ્ટ નં. જીઇબી-03/16-17 પરથી આવાગમન કરી શકશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
