રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર: અમદાવાદ મંડળની આ 3 ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણી લો નવું ટાઈમ ટેબલ
Western Railway: જો તમે પણ અમદાવાદ કે મહેસાણા વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા અમદાવાદ મંડળની ત્રણ મહત્વની ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવો ફેરફાર આગામી 1 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે.

રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, ટ્રેનોની ગતિમાં વધારો કરવા અને સમયપાલન (Punctuality) માં સુધારો લાવવાના હેતુથી સાબરમતી અને મહેસાણા વચ્ચે દોડતી ટ્રેનોના સમયમાં આંશિક બદલાવ કરવામાં આવ્યો છે.
કઈ ટ્રેનોના સમય બદલાયા? જુઓ વિગત:
મુસાફરોની સુવિધા માટે નીચે મુજબની ટ્રેનોના નવા સમય જાહેર કરવામાં આવ્યા છે:
1. સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 12462)
- જૂનો સમય: સાબરમતીથી 16:45 વાગ્યે ઉપડતી હતી.
- નવો સમય: હવે આ ટ્રેન સાબરમતીથી 16:55 વાગ્યે ઉપડશે.
- મહેસાણા આગમન: આ ટ્રેન હવે મહેસાણા સ્ટેશન પર 17:38 વાગ્યે આવશે અને 17:40 વાગ્યે રવાના થશે.
2. સાબરમતી-આગ્રા કેન્ટ / ગ્વાલિયર એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 12548/22548)
- નવો સમય: સાબરમતીથી હવે આ ટ્રેન 16:55 વાગ્યાના બદલે સાંજે 17:00 વાગ્યે પ્રસ્થાન કરશે.
- મહેસાણા આગમન: મહેસાણા સ્ટેશન પર આ ટ્રેન 17:47 વાગ્યે પહોંચશે અને 17:49 વાગ્યે આગળ વધશે.
3. સાબરમતી-મહેસાણા ડેમુ (ટ્રેન સંખ્યા 79431)
સાબરમતીથી હવે આ ટ્રેન 17:05 વાગ્યાના બદલે 17:10 વાગ્યે ઉપડશે.
વચ્ચેના સ્ટેશનોનો સમય: આ ટ્રેન ચાંદખેડા (17:16/17:17), ખોડિયાર (17:22/17:23), કલોલ (17:32/17:33), ઝુલાસણ (17:42/17:43), ડાંગરવા (17:50/17:51), આંબલિયાસણ (17:57/17:58) અને જગુદણ (18:06/18:07) થઈને 18:28 વાગ્યે મહેસાણા પહોંચશે.
મુસાફરો માટે નોંધ: રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનના સ્ટોપેજ અને અન્ય વિગતો માટે મુસાફરો અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
