ગુજરાતમાં 22 મે સુધી ફરીથી હીટવેવની આગાહી, આ શહેરોમાં પડશે કાળઝાળ ગરમી

હવામાન વિભાગની આગાહી મુજહ 20થી 22 મે સુધી શહેરમાં હીટવેવની સંભાવના છે.

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજહ 20થી 22 મે સુધી શહેરમાં હીટવેવની સંભાવના છે જેના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગુરુવારે અમદાવાદ 43.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે ડિગ્રી વધારો નોંધાયો હતો. આજે ગરમીનો પારો 46 ડિગ્રી પહોંચી શકે તેવી શક્યતા છે.

heat

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસમાં અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છમાં 20થી 22 મે સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યમાં ગુરુવારે સૌથી વધુ ગરમી અમદાવાદમાં 43.5 ડિગ્રી નોંધાઈ હતી. વળી, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભૂજ, વડોદરા, ડીસા, પાટણમાં પારો 40 ડિગ્રીને પાર નોંધવામાં આવ્યો હતો. વળી, ભાવનગરમાં 39.2 અને સુરતમાં 35.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

તમને જણાવી દઈએ કે ગુજરાતના ઘણા શહેરોમાં ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાતા ગરમીનો પારો અચાનક વધી ગયો છે. હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યુ છે કે 27 મેના રોજ કેરળમાં ચોમાસુ આવી જશે. જો કે, તે 4 દિવસ આગળ-પાછળ થઈ શકે છે પરંતુ અંદમાનમાં ચોમાસુ બેસી ગયા બાદ ચોમાસુ આગળ વધવાના પરિબળો અનુકૂળ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X