ગુજરાતમાં લોકો જે ઈચ્છે તે ખાય, માંસાહાર વેચનારને નહિ રોકીએઃ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ
ગુજરાતના મહાનગરોમાં મુખ્ય રસ્તાઓ પર માંસાહારી ખોરક વેચનારાને રોકતા આદેશો પર ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ભાજપ પ્રમુખ સીઆર પાટિલે સફાઈ આપી છે.
અમદાવાદઃ ગુજરાતના મહાનગરોમાં મુખ્ય રસ્તાઓ પર માંસાહારી ખોરક વેચનારાને રોકતા આદેશો પર ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ભાજપ પ્રમુખ સીઆર પાટિલે સફાઈ આપી છે. રસ્તા પરથી માંસાહારી ખોરાકની લારીઓ હટાવવાના સમાચારો પર પ્રતિક્રિયા આપીને સીઆર પાટિલે કહ્યુ કે અમારા તરફથી આવો નિર્ણય લેવામાં આવ્યો નથી. લોકો જે ઈચ્છે તે ખાય. તેમને તે ખાવાનો હક છે અને ભાજપ તેમને ક્યારેય રોકવાની કોશિશ નહિ કરે. લારીઓ હટાવવાનુ કારણ વેજ કે નૉનવેજ ખોરાક વેચવાનુ નહિ પરંતુ કંઈ બીજુ હોઈ શકે છે.

ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટિલે આગળ કહ્યુ, 'અધિકૃત રીતે આવા આદેશ ક્યાંય આપવામાં આવ્યા નથી કે માંસાહાર વેચનારાને દંડિત કરીશુ. હા, એક મંત્રી છે જેમણે કહ્યુ હતુ કે આ લારીઓના કારણે ફૂટપાથ પર અતિક્રમણ થાય છે...ગંદકી પણ થાય છે તો તેને હટાવવી જોઈએ. પરંતુ તેમને(મંત્રી) અને સાથે જ બધા(શહેરના) મેયરોને કહેવામાં આવ્યુ છે કે તેમને(લારીઓ અને સ્ટૉલ) હટાવવાની કોઈ યોજના નથી. આ તો લોકોના ઉપર છે કે તેમણે કેવો ખોરાક વેચવો કે ખાવો અને રસ્તા પર સફાઈ તો હોવી જ જોઈએ, આનુ બધાએ ધ્યાન રાખવુ પડશે.'
ઉલ્લેખનીય છે કે રાજ્યના 4 મહાનગરોમાં નગર નિગમોના અધિકારીઓ તરફથી એ નિર્દેશ આપવામાં આવ્યા કે મુખ્ય રસ્તાઓ પર ખાદ્ય વસ્તુઓ વેચનારાનને હટાવવામાં આવે કારણકે લારીઓ અને સ્ટૉલના કારણે ગંદકી થાય છે અને ઘણા સ્થળોએ અતિક્રમણની ફરિયાદો પણ મળી રહી છે. એક ભાજપ નેતાએ કહ્યુ કે ખાસ કરીને માંસાહારી ભોજન વેચનારાએ કાયદા અને નિયમો તોડ્યા છે એટલે તેમને રોકવામાં આવે. મહાનગરોમાં આવી ગંદકી કેમ ફેલાવે અને એ જે ખુલ્લામમાં નૉનવેજ વેચે છે તે આરોગ્ય માટે પણ હાનિકારક હોય છે. અમે ઈચ્છીએ છીએ કે મુખ્ય માર્ગો પર ખુલ્લામાં માંસાહાર ન વેચાય. આ બાળકો માટે ખૂબ નુકશાનકારક હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
