દરિયાઈ પાણીથી થતું ધોવાણ-નુકસાન અટકાવવા દિવાલ બનાવાઈ
Water Resources Minister Mukeshbhai Patel : ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજુલાના ધારાસભ્ય દ્વારા દરિયાઈ પાણીથી થતા નુકસાન અટકાવવા તૈયાર કરાયેલી દીવાલ અંગે જળ સંપત્તિ મંત્રી મુકેશભાઇ પટેલને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
આ સવાલનો પ્રત્યુત્તર આપતા જળ સંપતિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દરિયાઈ પાણીથી થતા ધોવાણ અને નુકસાનને અટકાવવા માટેની આ યોજના હેઠળ સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન-પુને દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઇન મુજબ મુખ્યત્વે 10 થી 600 કિલોગ્રામ વજનના રબલ સ્ટોન પર આર્મર લેયર તરીકે 1 ટન વજનના કોન્ક્રીટ ટેટ્રાપોડ્સને ઇન્ટરલોકિંગ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આર્મરલેયર તરીકે કોન્ક્રીટ ટેટ્રાપોડ્સનો ઉપયોગ કરવાથી વધુ સારું ઇન્ટરલોકિંગ તેમજ સસ્ટેનેબિલિટી વધુ મળવાથી દરિયાઈ ધોવાણ અટકાવી શકાય છે.
મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું કે, રાજુલા તાલુકાના ખેર ગામે દરિયાઈ પાણીથી થતું ધોવાણ-નુકસાન અટકાવવા માટે દિવાલ બનાવવામાં આવી છે. આ દીવાલ માટે માર્ચ-2019માં વહીવટી તેમજ સપ્ટેમ્બર-2020માં તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી. આ દિવાલ બનાવવાની કામગીરી રૂપિયા 811 લાખથી વધુના ખર્ચે ડિસેમ્બર 2023માં પૂર્ણ કરવામાં આવી છે.
મંત્રી મુકેશભાઇ પટેલ ઉમેર્યું કે, આ યોજનાથી રાજુલા તાલુકાના ખેર ગામમાં આશરે 150 જેટલા મકાનો, અંદાજે 30 હેક્ટર ખેતીની જમીન તેમજ અંદાજીત 630 મીટર લંબાઈમાં - દરિયાઈ સપાટીથી અંદાજે 7 મીટરની ઊંચાઈમાં દરિયાઈ ધોવાણ સામે રક્ષણ મળશે.
રાજુલા તાલુકાના ખેરા ગામની દરિયાઈ સીમામાં ધોવણ અટકાવવા 1680 મીટરની લંબાઈના કામ માટે રૂપિયા 22 કરોડના ખર્ચે ખેરા ફેઝ 2ની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
રાજુલા તાલુકાના ખેરા ગામમાં સૂચિત ખેરા ફેઝ 2નાં કામથી અંદાજે 60 હેક્ટર ખેતીની જમીન અને અંદાજે 200 રહેણાંક મકાનોને દરિયાઈ ધોવણથી રક્ષણ મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
