વડોદરામાં 2589 મતદાન મથકો પર મતદાર સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ!
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા દેશભરમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જેમાં હક્ક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો 11 સપ્ટેમ્બર સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા દેશભરમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જેમાં હક્ક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો 11 સપ્ટેમ્બર સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગોમાં 12 ઓગસ્ટથી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ શરૂ થયો છે.

વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં આજે ૨વિવારના રોજ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના ૧૨૬૭ અને ગ્રામ્ય વિસ્તારના ૧૩૨૨ સહિત કુલ ૨૫૮૯ મતદાન મથકો પર બુથ લેવલ ઓફીસર દ્વારા દિવસ દરમિયાન મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારા વધારા કરવા, આધાર લીંક, હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે.
આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં જિલ્લાનો કોઈપણ નાગરીક મતદાર નોંધણીથી વંચિત ૨હી ન જાય અને યુવા મતદારોનો મતદારયાદીમાં સમાવેશ કરવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે. ખાસ ઝુંબેશ થકી મતદાર જાગૃતિના કાર્યક્રમ આયોજીત ક૨વામાં આવ્યા હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
