વીર સાવરકરની 140 મી જન્મ જયંતી પર નાયબ મુખ્ય દંડકે ગુજારત વિધાનસભામાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની 140 મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ. ગુજરાત વિધાનસભાના પોડિયમમાં તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.

આ વેળાએ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વીર સાવરકરનું જીવન દેશના યુવાનોના જીવન ઘડતર માટે પ્રેરણાદાયી છે. વીર સાવરકરે દેશ માટે પોતાનું યોગદાન આપ્યું હતું એને યાદ કરીને આવનારી પેઢી રાષ્ટ્રભાવના સુદ્રઢ કરવા તેમની પાસેથી પ્રેરણા લે. એમના આશીર્વાદ આપણને સદાય મળતા રહે તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ગુજરાત વિધનસભાના સચિવ ડી. એમ. પટેલ, ગાંધીનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશુભાઈ પટેલ સહિત વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીઓએ પણ સ્વ. સાવરકરના તૈલચિત્રને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
