વિપુલ ચૌધરીની ધરપકડ ભાજપની વોટબેંકમાં કેવડુ ગાબડુ?
ઉત્તર ગુજરાતના રાજકારણમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના વધતાં પ્રભાવને રોકવા દૂધસાગર ડેરીના કથિત કૌભાંડને આધાર રાખી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના રાજકારણમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના વધતાં પ્રભાવને રોકવા દૂધસાગર ડેરીના કથિત કૌભાંડને આધાર રાખી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, વિપુલ ચૌધરી રાજકારણથી વિલુપ્ત થવાને આરે જ હતા, એક વખતે ઉત્તર ગુજરાતમાં બહોળી લોકચાહના ધરાવતાં વિપુલ ચૌધરી સહકારી માળખાથી પણ બહાર ફેકાઇ ગયા હતા. પરંતું, હવે ફરીથી સક્રિય થતાં જોવા મળ્યા હતા. તેમણે અર્બુદા સેના તૈયાર કરી ઉત્તર ગુજરાતના ચૌધરી પટેલ મતદારો પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા પ્રયાસ કર્યો હતો. જેના પરિણામે, તેમની ફરીથી સક્રિયતા ભાજપના કેટલાક સ્થાપિત નેતાઓને ખુંચી હોઇ શકે છે.

દૂધ સાગર ડેરીના કૌભાંડમાં વિપુલ ચૌધરી અગાઉ પણ જેલની હવા ખાઇ ચુક્યા છે. ત્યારે, ફરીથી તેમની ધરપકડ કરવામાં આવી છે. પરંતું, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે, ભાજપની કોર વોટબેંક સમાન ચૌધરી સમાજના વરિષ્ઠ આગેવાનની ધરપકડને રાજકીય કિન્નાખોરી તરીકે જોવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના તાલુકા મથકો ખાતે વિપુલ ચૌધરીના સમર્થનમાં રેલીઓ યોજી આવેદનપત્રો પણ અપાયા છે. ત્યારે, જો એમની સક્રિયતા વધશે તો ભાજપની કોર વોટબેંકમાં ગાબડું પડવાની શક્યતા નકારી શકાતી નથી.
ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ચૌધરી સમાજ સહિત અન્ય સમાજના લોકોમાં પણ ચાહના ધરાવતાં અને ભાજપ તરફી વોટ ધરાવતાં લોકોમાં પોતાની પેઠ ધરાવતાં વિપુલ ચૌધરીની ધરપકડ ભાજપની વોટબેંકમાં નુકસાન કરનારી બની શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
