ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે દેવભૂમિ દ્વારકાની મુલાકાતે, જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સીએમે કર્યુ સ્વાગત
ઉપ રાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ ગુજરાતની ટૂંકી મુલાકાતે આવ્યા છે.
અમદાવાદઃ ઉપ રાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ ગુજરાતની ટૂંકી મુલાકાતે આવ્યા છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રીને આવકારી તેમનુ ભાવભર્યુ સ્વાગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, શ્રી જ્વલંત ત્રિવેદી ચીફ પ્રોટોકોલ ઓફિસર, કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી, એર કોમોડોર શ્રી આનંદ સોંધી, જિલ્લા પોલીસવડા શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ કર્યુ હતુ. ઉપ રાષ્ટ્રપતિશ્રી જામનગરમાં ટૂંકા રોકાણ બાદ દ્વારકાધીશ મંદિરના દર્શન માટે દ્વારકા જવા રવાના થયા હતા.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની મુલાકાતને લઈને દ્વારકામાં સુરક્ષા કારણોસર પોલીસ વિભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિની સુરક્ષામાં 1 એસપી, 6 ડીવાયએસપી, 12 પીઆઇ, 45 પીએસઆઇ સહિત 1 હજાર 100 જેટલા જવાનો ખડેપગે રહશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરીને પ્રસિદ્ધ અને પ્રાચીન નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખાતે જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
