ગુજરાતના ગ્રોથ એન્જિન પાછળ વાયબ્રન્ટ સમિટની વ્યાપક સફળતા
ગુજરાતના ગ્રોથ એન્જિન પાછળ વાયબ્રન્ટ સમિટની વ્યાપક સફળતા
ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા અને રાજ્યનો આર્થિક-સામાજિક વિકાસ વધુ ઝડપે કરવા અને ઔદ્યોગિક ક્ષેત્રે વિપુલ માત્રામાં રોજગાર સર્જન કરવાના વ્યાપક ઉદ્દેશ સાથે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. 2003માં પ્રથમ વખત વાયબ્રન્ટ સમિટ શરૂ કર્યા બાદ 2019 સુધી ગર બે વર્ષે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લે, 2021ની વાયબ્રન્ટ સમિટ કોરોના વાયરસની વ્યાપક બિમારીના કારણે રદ્દ કરવામાં આવી હતી.

સામાન્ય રીતે તો, ગુજરાત વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રે ખુબ પ્રગતિ કરી છે. પરંતું, રાજ્યમાં છેલ્લા બે દાયકામાં નોંધાયેલો ઔદ્યોગિક અને વ્યાપારીક વિકાસ હરણફાળ રહ્યો છે. કારણ કે, વાયબ્રન્ટ સમિટના નેજા હેઠળ રાજ્યમાં દેશ વિદેશના રોકાણકારો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના નેતાઓ અને પ્રતિનિધિમંડળો વિવિધ પ્રકારના બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ માટે સંવાદ કરે, એમઓયુ કરે, વિવિધ સમસ્યા બાબતે સંવાદ કરે અને તેના નિવારણ બાબતે સંવાદ કરવામાં આવે છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો દ્વારા ધંધા રોજગારના ઉત્પાદનોનું પ્રદર્શન કરી કન્ઝ્યુમર ગ્રોથ પણ વિકસાવી શકાય છે.
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટના કારણે દેશ વિદેશના અસંખ્ય નાના મોટા રોકાણકારોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. અસંખ્ય ધંધા વ્યવસાયના નવા એકમો વિકસ્ચા છે. આ ઉપરાંત દેશ વિદેશમાં ગુજરાત પ્રવાસન હબ તરીકે પણ વિકસ્યુ છે. ગુજરાતમાં વિપુલ રોજગારીની તકો ઉભી કરવામાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની વ્યાપક સફળતા જોઇ શકાય છે. રાજ્યમાં હાલમાં 10 લાખ નાના, મધ્યમ અને મોટા ઔદ્યોગિક એકમો દ્વારા 26 લાખ જેટલી રોજગારીનું સર્જન કરવામાં આવે છે. ગુજરાત હાલમાં પેટ્રોકેમિકલ્સ, મીઠું અને પ્લાસ્ટીક ઉત્પાદનનું હબ બની ગયું છે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રોકાણકારોને વિવિધ વહિવટી પ્રક્રિયાની સમળતા માટે B2G અને B2B બેઠકો કરવામાં આવે છે. જેના કારણે બિઝનેસ ટુ બિઝનેસ ડીલ કરી શકાય છે. એટલે કે, ધંધો રોજગાર કરનાર શાહસિકો માટે એક વિશાળ પ્લેટફોર્મ મળી રહે છે. વિવિધ સેમિનારનું આયોજન પણ આ વાયબ્રન્ટ સમિટમાં કરવામાં આવે છે, જેના કારણે રોકાણકારોને વિવિધ ક્ષેત્રમાં રોકાણ કરવા કે તેના પડકારો અને ભવિષ્યમાં ઉભી થતી તકોથી વાકેફ થાય છે.
બિઝનેસમેન જે.ડી. પટેલ
નાની કંપની ઉભી કરી ધંધો શરૂ કરવા પ્રયાસ કરતો હતો પરંતું નાણાંકીય સમસ્યા હતી. વાયબ્રન્ટ સમિટમાં બીટુબી મિટીંગ કરી હાલમાં સારી પાર્ટનરશીપ સાથે ધંધો ઉભો કરી સફળતા મેળવી શક્યો.
ઉદ્યોગ સાહસિક અતુલભાઈ
નાણાંકીય રોકાણની પુરતી સવલત હોવા છતાં ધંધામાં ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું તેનાથી વાકેફ નહતો, આ વાયબ્રન્ટ સમિટ એક મહત્વપુર્ણ પ્લેટફોર્મ સાબિત થયું. સારા અને અનુભવી વ્યક્તિ સાથે સફળ મિટીંગ થઇ અને સાથે મળી સ્ટાર્ટ અપ શરૂ કર્યુ તો હાલમાં બહું સફળતા મળી છે. એટલે કે, વાયબ્રન્ટ સમિટનું માધ્યમ રોકાણકારો અને અનુભવી બિઝનેસ શાહસિકો માટે સમન્વયનું સફળ પ્લેટફોર્મ સાબિત થયું.
રાજ્યમાં વાયબ્રન્ટ સમિટ દ્વારા રાજ્યમાં આજ સુધીમાં સેંકડો લોકોએ કરોડો રૂપિયાના એમઓયુ કર્યા છે તથા કેટલાય સફળ એકમો સ્થાપિત પણ કરાયા છે. એ રીતે, ઔદ્યોગિક ચેતના અને સેલ્ફ રોજગાર વિકસાવવાનો તથા રોકાણકારો અને અનુભવનો સમન્વય કરતું આ પ્લેટફોર્મ રાજ્યના ગ્રોથ એન્જિનને ધબકતું રાખવાનું અભુતપૂર્વ કાર્ય કરે છે.
ભાજપ સરકારે હંમેશા ગુજરાતના વિકાસ માટે કાર્યો કર્યાં છે, તેમાં પણ બિઝનેસની સરળતા અને સફળતા માટે ગુજરાત સરકારની વાયબ્રન્ટ ગુજરાત સમિટ સૌથી અનોખી પહેલ સાબિત થઈ છે. જેને પગલે ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસના રેન્કિંગમાં પણ સુધારો લાવી શકાયો છે. ગુજરાત સરકારની આ વિકાસલક્ષી પહેલોએ હંમેશા ગુજરાત અને દેશને મોખરે રાખીને કાર્ય કર્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
