Vibrant Gujarat Summit 2015: પ્રથમ દિવસે ગ્લોબલ બ્રાંડનો જલવો, લાખો કરોડોની લહાણી
ગાંધીનગર, 12 જાન્યુઆરી: વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ જ્યાં બિઝનેસના વાતાવરણને સરળ બનાવવાનો વાયદો કર્યો તો બીજી તરફ દેશ-વિદેશના મોટા કોર્પોરેટ્સ- અંબાણી, અદાણી, બિરલા, સુઝુકી, રિયો ટિંટોએ 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુ રોકાણ અને 50,000થી વધુ નોકરીઓની તક ઉભી કરવાનો વાયદો કર્યો.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત પાસે 3ડી ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને ડિમાંડ છે. એટલા માટે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. આધુનિક સુવિધાઓને દેશના ગામડાઓ સુધી ઝડપથી પહોંચાડવી પડશે. હું પોતે સંચારના અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરું છું. દેશમાં ઇ-બિઝનેસ વધારવાની જરૂરિયાત છે. નરેન્દ્ર મોદીએ રોકાણકારોને વિશ્વાસ અપાવતાં કહ્યું કે જ્યારે પણ તમારે અમારી જરૂરિયાત પડે, અમે હાજર થઇ જઇશું.
આ સમિટ ત્રણ દિવસ સુધી ચાલશે. રવિવારે ગ્લોબલ સીઇઓ કોન્ક્લેવમાં 250થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ગ્રુપ આગામી 1 થી દોઢ વર્ષમાં કરોડ રૂપિયાનું રોકાણ થશે, તો બીજી તરફ આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલાએ પણ રવિવારે રાજ્યમાં 20,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી.
ઓસ્ટ્રેલિયન માઇનિંગ કંપની ટિંટો ગ્રુપના સીઇપ સૈમ વાલ્સે કહ્યું કે તે રાજ્યમાં હીરાની શોધના કામમાં 30 હજાર નોકરીઓનું સર્જન કરશે. અદાણી ગ્રુપે ગુજરાતમાં એક સોલાર પાર્ક બનાવવા માટે યૂએસ બેસ્ડ સન એડિસનની સાથે પાર્ટનરશિપ હેઠળ 25,000 કરોડ રૂપિયાના રોકાણ તથા 20,000 નોકરીઓના સર્જનનો વાયદો કર્યો.
અદાણી ગ્રુપે ઓસ્ટ્રેલિયન એનર્જી કંપની વુડસાઇડની સાથે પણ એક કરાર પર સહી કરી. જાપાની ઓટો કંપની સુઝુકીના ચેરમેન ઓસામૂ સુઝુકીએ કહ્યું કે ગુજરાતમાં તેમની નવી કાર મેન્યુફેક્ચરિંગ યૂનિટ જોકે 4,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે તે 2017 સુધી તૈયાર થઇ જશે.

21,500 એમઓયૂ પર સહી થશે
સમિટમાં લગભગ 21,500 રોકાણ સંબંધી કરાર પત્રો પર સહી થવાની આશા છે. હોંડાની સાથે 2,000 કરોડના રોકાણ સંબંધી કરારની આશા છે. સંયુક્ત રાષ્ટ્ર નહેરો પર સોલાર પેનલ લગાવી ગુજરાતના મોડલને આગળ વધારી શકે છે.
ગ્લોબલ લીડર્સ અને સીઇઓ
સમિટમાં વિભિન્ન દેશોના રાષ્ટ્રધ્યક્ષ, ઘણા દેશોના મંત્રી અને ટોપ ગ્લોબલ અને ઇન્ડિયન કંપનીઓના સીઇઓ ભાગ લઇ રહ્યાં છે. લગભગ 101 દેશોના લોકો આવશે. 1.25 કરોડ લાખ વર્ગમીટરમાં યોજનાર આ સંમેલનમાં 25 સેક્ટરોની 2000થી વધુ કંપનીઓ ભાગ લેશે. ગ્લોબલ સીઇઓ કોન્ક્લેવમાં નરેન્દ્ર મોદી, યૂએનના મહાસચિવ બાન કી મૂન, અમેરિકાના વિદેશમંત્રી જૉન કેરી, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબ્ગે અને મેસોડેનિયાના વડાપ્રધાન નિકોલા ગ્રુવસ્કીએ ભાગ લીધો હતો. કોન્ક્લેવમાં વિદેશી કંપનીઓના 75 સીઇઓ અને આટલી જ મોટી સંખ્યામાં ભારતીય કંપનીઓના સીઇઓ પણ ભાગ લીધો. તેમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે વર્લ્ડબેંક, આઇએફસી, એશિયન ડેવલોપમેંટ બેંક અને યૂનિસેફના એક ડઝનથી વધુ પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો.
નામચીન બ્રાંડ્સની ચમક
સમિટ સાથે સંકળાયેલા બધા કાર્યક્રમ મહાત્મા મંદિરમાં થઇ રહ્યાં છે, તો બીજી તરફ ગ્લોબલ સીઇઓ કોન્ક્લેવ ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટીમાં થઇ રહ્યું છે. કોન્ક્લેવમાં વોડાફોન, ઇંટેલ, રિયો, ટિંટો, વોલમાર્ટ, માસ્ટરકાર્ડ, સીએલપી, એરબસ, કોકાકોલા, ફોર્ડ, શેલ, એસ્ટોમ, સ્ટાડર્ડ ચાર્ટડ, બ્લેકબેરી અને સેમસંગ જેવી ગ્લોબલ કંપનીઓના સીઇઓ અને ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો. સમિટ દરમિયાન 10 થીમ પર સેમિનાર પણ આયોજિત કરવામાં આવશે. જેમાં ડિફેંસ, ફૂડ પ્રોસેસિંગ, ઇનોવેશન, એસએમઇ, સ્માર્ટ સિટી, વોટર સિક્યોરિટી, સસ્ટેનેબલ એનર્જી ફૉર ઑલ, હેલ્થ ફૉર ઓલ, ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા પણ સામેલ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
