Vibrant gujarat : વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ૨૦૨૫ અંતર્ગત ઉદયપુર અને દિલ્હીમાં ગરબા ઉત્સવ યોજાશે
Vibrant gujarat : યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પામેલા ગુજરાતના ગરબાની ધૂન હવે રાજસ્થાનના ઉદયપુરમાં પણ ગુંજશે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે આ પહેલ દ્વારા ગુજરાતની સંસ્કૃતિનો પ્રસાર કરવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.
આગામી ૧૪ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭:૩૦ કલાકે, ઉદયપુરના ફિલ્ડ ક્લબ ખાતે પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ખાસ પ્રસંગે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુશ્રી દિયા કુમારી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને ગુજરાતના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે.
ઉત્સવમાં પ્રખ્યાત ગાયક શ્રી પાર્થિવ ગોહિલ લાઈવ પરફોર્મન્સ આપશે. આ ઉપરાંત ગુજરાતી લોકનૃત્ય, તલવાર રાસ, ગોફ ગૂંથણ અને મણિયારો રાસ જેવા પરંપરાગત નૃત્યો પણ રજૂ કરવામાં આવશે, જે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ ભરશે.
પ્રથમવાર નવરાત્રી પછી શરદ પૂનમની રાત્રે દિલ્હીમાં પણ એક ખાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી દિલ્હીવાસીઓ પણ ગરબાની મજા માણી શકે.
ઉત્સવ પહેલાં ઉદયપુરના સ્થાનિકો અને મુલાકાતીઓ માટે ૮ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન JCA ડાન્સ એન્ડ સ્પોર્ટ્સ ફિટનેસ હબ ખાતે નિઃશુલ્ક ગરબા વર્કશોપ યોજાશે. આ વર્કશોપનો સમય સવારે ૧૦ થી ૧ અને સાંજે ૭ થી ૧૧ કલાકનો રહેશે આ કાર્યક્રમમાં પ્રવેશ બધા માટે નિઃશુલ્ક છે અને પરંપરાગત પોશાક ફરજિયાત રહેશે.
ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા માટે, શ્રેષ્ઠ પરંપરાગત પોશાક, શ્રેષ્ઠ ગરબા પ્રદર્શન અને શ્રેષ્ઠ ખેલૈયાઓ માટે ૫,૦૦૦ સુધીના આકર્ષક વાઉચર અને ઈનામો આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
