વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024: MSME મંત્રાલયની સહાયથી મહિલાઓ બની આત્મનિર્ભર
VGGS 2024: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 આજે નગરજનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ગાંધીનગર તથા આસપાસના વિસ્તારના નગરજનોએ આજે ટ્રેડ શોની મુલાકાત લીધી હતી.
આ પ્રદર્શનમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવા તેમનાં કૌશલ્યનો ઉપયોગ રોજગારીમાં પરિવર્તિત કરવા લેવાયેલા પગલાના સ્ટોલે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ મંત્રાલયના સહયોગથી જે કારીગરો પોતાના કૌશલ્ય પ્રમાણે પોતાનો ઉદ્યોગ સ્થાપિત કર્યા છે, અને રોજગારી મેળવી રહ્યા છે, તે પેવેલિયનમાં સૌથી વધુ મુલાકાતીઓ મુલાકાત કરી પસંદગીની ચીજ વસ્તુઓ ખરીદી રહ્યા છે.

આ ડોમની વિશેષતા એ છે કે, તેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, ઉદ્યોગ રજિસ્ટ્રેશન, ચેમ્પિયન પોર્ટલ વગેરે જેવા MSME ના વિવિધ વિભાગો પ્રજાને તેમના કૌશલ્ય પ્રમાણે મદદરૂપ થવા માટે સહયોગરૂપ બન્યા છે.
આ પેવેલિયનમાં મહિલાઓ માટે ખાદી ઇન્ડિયા, વિવિધ પ્રકારના મસાલાની પ્રોડક્ટસ, કપડાઓ,સાડીઓ, જ્વેલરી ડેકોરેટિવ આઈટમ્સ વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સરકારના સહયોગ દ્વારા દેશના વિવિધ રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, મધ્ય પ્રદેશ વગેમાંથી મહિલાઓએ ભાગ લીધો છે.
સ્ટોલ નંબર 354 અને 355 ની કલકત્તાની મહિલાઓ દ્વારા ખાદી સિલ્ક, કાથા વર્ક, બંગાળી વર્ક, કાશ્મીરી વર્ક તથા ભાત ભાતની રંગબેરંગી સાડીઓ, ડ્રેસ મટીરીયલ, કુર્તાઓનું સુંદર કલેક્શન મહિલાઓને મુગ્ધ કરી દે છે.
આ પેવેલિયનમાં વડોદરાની કોઈ (KOI) કંપની દ્વારા મહિલાઓ માટે પ્રિમિયમ સાથે અફોર્ડેબલ પ્રાઈઝમાં નાઈટવેર મેટરનીટી વેરનું કલેક્શન છે. આ સ્ટોલના ફાઉન્ડર ગુજરાત સરકારના MSME મંત્રાલયના આભારી છે જે તેમને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સહયોગી બન્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
