સુઝુકી મોટર્સ ગુજરાતમાં બીજો પ્લાન્ટ સ્થાપશે, ઉત્પાદન ક્ષમતામાં થશે ત્રણ ગણો વધારો
VGGS 2024: સુઝુકી મોટર્સ ગુજરાત દ્વારા ગુજરાતમાં વધુ એક કાર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તોશિહિરો સુઝુકીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં બોલતા સમયે આ જાહેરાત કરી હતી.
તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સુઝુકી મોટર્સ રૂપિયા 3200 કરોડનું રોકાણ પ્રતિ વર્ષ 2.5 લાખ યુનિટની બીજી પ્રોડક્શન લાઇન ઉમેરવા માટે બીજો પ્લાન્ટ સ્થાપશે. આ સાથે વાર્ષિક ઉત્પાદન ક્ષમતા હાલમાં પ્રતિ વર્ષ 7.5 લાખ યુનિટથી વધીને 10 લાખ યુનિટ થઈ જશે.

તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે, કંપની ગુજરાતમાં બીજા કાર પ્લાન્ટના નિર્માણ માટે 35,000 કરોડ જે દર વર્ષે વધુ 1 મિલિયન યુનિટનું ઉત્પાદન કરશે. તેથી ગુજરાતમાં કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2 મિલિયન યુનિટ હશે.
તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે, આ વર્ષના અંત સુધીમાં સુઝુકીનું ઈલેક્ટ્રિક વ્હીકલ બહાર પાડવામાં આવશે અને તે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ જાપાન અને યુરોપિયન યુનિયનમાં પણ નિકાસ કરવામાં આવશે.
સુઝુકીએ CNG, બાયો ગેસ, બાયો ઇથેનોલ, ગ્રીન હાઇડ્રોજન પહેલ વિશે પણ વાત કરી અને જણાવ્યું હતું કે, સુઝુકીએ ચાર બાયો ગેસ પ્લાન્ટ સ્થાપવા NDDB અને બનાસ ડેરી સાથે ભાગીદારી કરી છે, જ્યાં ગાયના છાણનો ઉપયોગ કરીને ગેસનું ઉત્પાદન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
