PM મોદીએ ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો
VGGS 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો હતો. આ ફોરમમાં મુકેશ અંબાણી, સંજય મલ્હોત્રા, લક્ષ્મી મિત્તલ સહિત વિશ્વની 26 અગ્રણી ફિનટેક કંપનીઓના ચેરમેન તેમજ સીઈઓએ ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિનટેક કંપનીના પ્રમુખો પાસેથી ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સિટી બનાવવા માટે તેમજ ભારતને ટોપ ક્લાસ ફિનટેક કન્ટ્રી તરીકે વિકસિત કરવા માટે સૂચનો મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ આ ફોરમમાં ભાગ લેવા માટે બે કલાકનો સમય ફાળવ્યો હતો, પરંતુ તેઓએ લગભગ ત્રણ કલાક સુધી તમામ ઉદ્યોગપતિઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.

આ ફોરમમાં ભાગ લેવા આવેલા કેટલાક ઉદ્યોગપતિ; પ્રથમ વખત જ ગિફ્ટ સિટીની મુલાકાતે આવ્યા હતા, પરંતુ ગિફ્ટ સિટીની મુલાકાત બાદ તેઓ ગિફ્ટ સિટીથી ખૂબ પ્રભાવિત થયા હતા અને ગિફ્ટ સિટી ખાતે પોતાનું ઓપરેશન શરૂ કરવા માટે તૈયારી દર્શાવી હતી.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને તમામ ઉદ્યોગપતિઓના સુચનોનો સારાંશ રજૂ કર્યો હતો. તેમજ ભારતને ફિનટેક સિટી તરીકે વિકસિત કરવાના પ્રધાનમંત્રી મોદીના વિઝનને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ડિજિટલ અર્થતંત્ર સંબંધિત નવીન ઉકેલોની ચર્ચા કરવા માટે નાણા અને ટેક્નોલોજી ક્ષેત્રના ટોપ ઉદ્યોગપતિઓનો આ એક મહાન મેળાવડો છે. ફિનટેક આપણા વિશ્વને કેવી રીતે આકાર આપી રહ્યું છે, તે જોવાનું ખરેખર રોમાંચક છે. તેમણે ભારતને ફાઇનાન્સિયલ ક્ષેત્રે વિશ્વમાં અગ્રણી રાજ્ય બનાવવા માટેના વિઝનને ધ્યાનમાં રાખીને ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરવા માટે ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તેમજ ગિફ્ટ સિટીના ચેરમેન હસમુખ અઢિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ નાણામંત્રી નિર્મલા સીતારામનનો ગિફ્ટ સિટીના વિકાસની સતત ચિંતા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમના આયોજન માટેના હેતુથી ઉદ્યોગપતિઓને માહિતગાર કર્યા હતા. આ ફિનટેક લીડરશીપ ફોરમનું સંચાલન અગ્રણી ઉદ્યોગપતિ ઉદય કોટક દ્વારા કરવામાં આવ્યું હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
