વજુભાઇ વાળાએ ગુજરાત વિધાનસભા અધ્યક્ષનો પદભાર સંભાળ્યો
ગાંધીનગર, 23 જાન્યુઆરી : આજે 13મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. વિધાનસભાની નિયમો અને બંધારણીય પ્રણાલીને અનુસરતા આજે સર્વાનુમતે વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઇ વાળાની નવા વિધાનસભા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. પરંપરા મુજબ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને જીપીપીના અધ્યક્ષ કેશુભાઇ પટેલ વજુભાઇને અધ્યક્ષની ખુરશી સુધી દોરી ગયા હતા. આ પ્રસંગે સૌએ અધ્યક્ષ તરીકે તેમની વરણી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વજુભાઇ વાળા ગુજરાત વિધાનસભાના 22મા અધ્યક્ષ બન્યા છે.
આ પ્રસંગે વિધાનસભા ગૃહને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે "અધ્યક્ષશ્રી, નવી વિધાનસભાનું પ્રથમ સત્ર છે. સૌ ધારાસભ્યોને ખુબ ખુબ શુભકામના અને અભિનંદન પાઠવું છું. આજે 23 જાન્યુઆરીએ સુભાષ બાબુની જન્મજયંતિ છે. તેમને સ્મરણ કરીએ, શ્રદ્ધાંજલિ આપીએ. આજે આ સભાગૃહે આદરણીય વજુભાઇને અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. વજુભાઇને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. આ ગૃહમાં ખુબ લાંબો કાર્યકાળ અને બધીજ જવાબદારીનો અનુભવ છે. તેઓ ગુજરાત સરકારનું ચાલકબળ રહ્યા છે. અનેક વિક્રમો નોંધાયા છે. જાહેર જીવનમાં 45-50 વર્ષની સેવા આપી છે."

વિપક્ષના નેતા તરીકે શકંરસિંહ વાઘેલાએ નવા અધ્યક્ષને આવકાર આપતા જણાવ્યું કે "આપ સામાન્ય કુટુંબમાંથી આવીને ઉચ્ચ પદ પર આપ બિરાજ્યા છો. આપને અભિનંદન. આપે દરેક સમયે સરસ રીતે પરંપરા નિભાવી છે. આ ગૃહમાં પણ આપ સારી પરંપરા નિભાવશો એવી અપેક્ષા છે. આગળની પાટલી કરતા પાછળની પાટલી પર બેસેલા જુનિયર મિત્રોને વધારે ધ્યાન આપશો એવી વિનંતી છે. સાચી વાત વિપક્ષને વાત રજુ કરવાની તક આપશો. અમે નકારાત્મક બાબતોમાં જ નહીં પણ સાચી વાત આગળ કરીશું તેની ખાતરી આપું છું."
ત્યાર બાદ ગૃહની ઔપચારિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
