વડોદરા: કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કર્મચારીઓનો આબાદ બચાવ
અમદાવાદ બાદ વડોદરામાં પણ ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. મંગળવારે સાંજે મંજુસર જીઆઇડીસીમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
અમદાવાદ બાદ વડોદરામાં પણ ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. મંગળવારે સાંજે મંજુસર જીઆઇડીસીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે એને કારણે સ્થાનિક લોકોને ત્યાંથી ખસેડવાની જરૂર ઊભી થઇ હતી, 15 કિમી દુરથી પણ આગની જ્વાળા નજરે પડતી હતી. આગને નિયંત્રણમાં લેવા માટે કુલ 12 ફાયર ફાયટર કામે લાગ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં કોઇ વ્યક્તિને હાનિ પહોંચી નથી, પરંતુ લગભગ 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એક પ્લાન્ટ અને ગોડાઉન બળીને ખાખ થઇ ગયા હતા.

અચાનક આગ લાગવાને કારણે કંપનીમાં હાજર 70 કર્મચારીઓમાં નાસભાગ થઇ હતી. 7 ફાયર ફાયટરોએ 3 કલાકની મહેનત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ગોડાઉનમાં મુકેલ કેમિકલના ડ્રમ પણ આગની ઝપટમાં આવી જતાં પ્રચંડ ધડાકા થયા હતા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે અમદાવાદમાં જ ગેસ બ્લાસ્ટને કારણે આગ લાગતાં એક જ પરિવારના ચાર સભ્યોનું મૃત્યુ થયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
