વડનગરઃ પીએમ મોદીના ટી સ્ટૉલને મળશે નવી ઓળખ, જાણો સમગ્ર અહેવાલ
વડનગરઃ પીએમ મોદીના ટી સ્ટૉલને મળશે નવી ઓળખ, જાણો સમગ્ર અહેવાલ
અમદાવાદઃ બાળપણમાં પીએણ મોદી જે ચાના સ્ટૉલ પર ચા વેચતા હતા, જલદી જ તેને નવી ઓળખ મળશે. જણાવી દઈએ કે ગુજરાતના વડનગર રેલવે સ્ટેશન સ્થિત આ ટી સ્ટૉલને એક ટૂરિસ્ટ સ્પૉટના રૂપમાં વિકસિત કરવાનું કામ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી પ્રહ્લાદ પટેલે હાલમાં જ વડનગર રેલવે સ્ટેશને જઈ આના માટે ખાસ નિર્દેશ પણ આપ્યા છે. ટી સ્ટૉલ સિવાય પીએણ મોદીના ગૃહનગર સાથે સંબંધિત અન્ય ઐતહાસિક સ્થળોનો વિકાસ કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં સોલંકી શાસકો સાથે જોડાયેલ ઐતિહાસિક જગ્યાઓ પણ સામેલ છે.

ટૉ સ્ટૉલથી ટૂરિસ્ટ સ્પૉટ સુધી
મીડિયા રિપોર્ટ્સ મુજબ પોતાના વતન વડનગર રેલવે સ્ટેશનના જે ટી સ્ટૉલ પર પીએમ મોદી બાળપણમાં પોતાના પિતા સાથે ચા વેચતા હતા, તેને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવાનું કામ શરૂ થઈ ગયું છે. જાણકારી મુજબ સરકાર ઈચ્છે છે કે વડનગરના પ્લેટફોર્મ નંબર એક પર સ્થિત આ ટી સ્ટૉલને એવી રીતે સંરક્ષિત કરવામાં આવે, જેથી તેમાં મૂળરૂપે કોઈ બદલાવ ન થાય અને તે દેખાવમાં બિલકુલ તેવું જ રહે જેવું અત્યારે છે. જેનાથી અહીં આવતા પર્યટક અંદાજો લગાવી શકશે કે જે જમાનામાં પીએમ મોદીનું બાળપણ અહીં વિત્યું, તેમણે ચા વેચી, આ સ્ટૉલ કેવા હાલાતમાં રહ્યો હશે. આ કારણે જ કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંતરી પ્રહ્લાદ પટેલે આ ટી સ્ટૉલને કાચની દિવાલથી કવર કરવા કહ્યું છે, જેથી તેની હાલની સ્થિતિ એવીને એવી જ બની રહે.

વડનગર રેલવે સ્ટેશન બદલાઈ ચૂક્યું છે
ઉલ્લેખનીય છે કે વડનગર રેલવે સ્ટેશનને રિનોવેટ કરવાનું કામ પહેલા જ પૂરું થઈ ચૂક્યું છે. 2017માં તત્કાલીન કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રીએ આ ટી સ્ટૉલને પણ ટૂરિસ્ટ સ્પૉટના રૂપમાં વિકસિત કરવાનું એલાન કર્યું હતું અને ત્યારથી જ તેને ટૂરિઝ્મના નકશા પર લાવવાની યોજના હતી. પાછલા બે વર્ષમાં વડનગર રેલવે સ્ટેશનનું તો આખું રૂપ રંગ બદલાઈ ચૂક્યું છે, પરંતુ પીએમ મોદીની યાદો સાથે જોડાયેલ આ ટી સ્ટૉલ આજે પણ જેવું હતું તેવું જ છે, જેના પર હવે કામ શરૂ થઈ રહ્યું છે. આ સિલસિલામાં મંત્રી પ્રહ્લાદ પટેલ સિવાય સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના અધિકારીઓએ પણ રવિવારે સ્ટેશનનો પ્રવાસ ખેડ્યો હતો.

વડનગરના ઐતિહાસિક સ્થળોનો વિકાસ
આ ઉપરાંત ગત રવિવારે પ્રહ્લાદ પટેલે વડનગર સાથે જોડાયેલ કેટલાક અન્ય ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ ખેડ્યો હતો અને તેના વિકાસ માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. પેટલે જે જગ્યાનો પ્રવાસ કર્યો તેમાં સોલંકી શાસકોના ઐતિહાસિક કીર્તિ સ્તંભ પણ સામેલ છે.
|
અંબાઘાટની સુંદરતા વધારવાની પણ કોશિશ
આ ઉપરાંત પર્યટન મંત્રી અંબાઘાટ સ્થિત વિશાલ તળાવ પર પણ પહોંચ્યા હતા અને ત્યાં અધિકારીઓને તેના સુધાર અને સમૃદ્ધિ માટે જરૂરી નિર્દેશ આપ્યા હતા. જણાવી દઈએ કે અમદાવાદ મંડળના રેલ પ્રબંધક પહેલા જ કહી ચૂક્યા છે કે વડનગર અને તેના આસપાસના વિસ્તારના વિકાસની પરિયોજના 100 કરોડ રૂપિયાથી વધુની હશે.
-
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી








Click it and Unblock the Notifications
