ઉતરાયણના દિવસે કઈ દિશાનો હશે પવન? જાણો પતંગ માટે કેવો રહેશે માહોલ?
ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે પતંગરસિકો માટે હવામાન વિભાગ તરફથી ખુશખબર સામે આવ્યા છે. આ વર્ષે પતંગબાજી માટે કુદરત પણ મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બંને દિવસે પતંગ ચગાવવા માટે સાનુકૂળ પવન ફૂંકાશે.

વહેલી સવારે ધાબા પર પહોંચનારાઓ માટે પવનની ગતિ શરૂઆતમાં ધીમી રહી શકે છે. જો કે, સવારે ૧૦ વાગ્યા પછી પવનની ઝડપમાં વધારો થશે. બપોર બાદ પવનનું જોર પતંગબાજી માટે યોગ્ય માહોલ સર્જશે, જે પતંગરસિકોને મોડી સાંજ સુધી પેચ લડાવવાની મજા આપશે.
અમદાવાદ શહેર માટે પવનની સરેરાશ ગતિ ૭ થી ૧૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે. આ વર્ષે પવન વિના નિરાશ નહીં થવું પડે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં સરેરાશ ૫ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પતંગબાજીના નિષ્ણાતો ૭ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને પતંગ ચગાવવા માટે એકદમ યોગ્ય માને છે, જે આ વર્ષે મળવાની પૂરેપૂરી સંભાવના છે.
૧૪ જાન્યુઆરીએ અમદાવાદ સહિત ગુજરાત રિજિયનમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પવનની દિશા લગભગ સમાન જ રહેશે. ૧૫ જાન્યુઆરીએ પવનની દિશા બદલાઈને ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફ થવાની શક્યતા છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
